GSTV

અેક સુધારશે તો બીજા ખેડૂતનો નકશો બગડશે : જમીન માપણી નવેસરથી કરવા સિવાય છૂટકો નથી

Last Updated on July 25, 2018 by

ખાનગી કંપનીને કરોડો રૂપિયા આપીને કરાવેલી બોગસ જમીન માપણી કેવી રીતે ખેડૂતોની આગામી પેઢીને બરબાદ કરશે એની એક ઝલક તમને અમે ડેમો દ્વારા બતાવવા જઇ રહ્યા છીએ. આ ડેમો તમે જોશો તો ખબર પડી જશે કે સેટેલાઇટથી કહેવાતી જમીન માપણી કેટલી બોગસ છે.

તમે વીડિયોમાં જે દ્રશ્યો જોઇ રહ્યા છો તે કાલાવડ ગામની ખેતીની જમીનના નકશાના છે.  આ જે ગ્રીન લાઇન દેખાય છે તે સરકાર પાસેથી આરટીઆઇમાં લીધેલા નકશાની છે. તેની નીચે ગૂગલનો રિયલ મેપ છે. આ નકશામાં આ જમીન પર ખરેખર રોડ છે પણ ઓફિસમાં બેસીને કરેલી જમીન માપણીમાં તેને ખેતર બતાવી દેવામાં આવ્યું છે  અને ગોટાળો સેટ કરવા માટે ક્ષેત્રફળ પૂરૂ કરવા રોડને ખેતરની હદમાં લઇ લીધો છે. એક બાજુ ખેતરને તેની અધિકૃત હદથી ખસેડી અંદર લઇ લીધું તો ક્યાંય જમીનનો શેઢો નવા નકશામાં ખેતરની વચ્ચોવચ્ચ આવી ગયો છે.  આમ એક્ચ્યુઅલ પઝેશન કરતાં જમીનની હદ અલગ દર્શાવી દેવામાં આવી છે.

મનફાવે તેવા ભાગ પાડી દેવામાં આવ્યા

તો હવે આ જુઓ  બીજા એક કિસ્સામાં ખેતર તેની ઓરિજિનલ હદ કરતાં 83 ફૂટ લાંબુ થઇ ગયું છે. તો બીજા સર્વેમાં એક ઓરિજિનલ ખેતરના મેપને ચાર ભાગમાં વહેંચી દેવાયું છે.  તો વીડિયો જુઓ… આ ખેતર બીજા ખેતરની ફરતે વીંટળાઇ ગયું હોય એમ ડબલ લાઇનવાળા ઘોડાની નાળ જેવા સી આકારનું બતાવી દેવામાં આવ્યું છે.   421 નંબરના સર્વેવાળું ખેતર ત્રિકોણ બતાવી દેવાયું છે જ્યારે તેની ઓફિશિયલ બાઉન્ડ્રી અલગ છે. અને એનું અડધુ ખેતર નદીમાં દર્શાવી દેવાયું છે. તો  વીડિયો જૂઓ 378 નંબરના સર્વેવાળા ખેતરની જમીન ત્રણ ભાઇઓની છે.  તેના મનફાવે તેવા ભાગ પાડી દેવામાં આવ્યા છે. મૂળ ચાર ખૂણાવાળા ખેતરને દસ ખૂણાવાળું બનાવી દીધું છે. એટલું જ નહીં આ સર્વેના ક્ષેત્રફળમાં નદી અને મકાન પણ આવરી લીધા છે.

એક સર્વે નંબર સુધારવા જતાં બીજા નંબરમાં ગોટાળો થયો

હવે તમને સવાલ થશે કે જમીન માપણીમાં આટલી બંડલબાજી કેમ થઇ? હકીકતમાં રેફરન્સ પોઇન્ટ લઇને માપણી કરવાની હતી તેના બદલે અનુમાનથી માપણી થઇ છે.  માપણી માટે રેફરન્સ પોઇન્ટ જ ઊભા ન થતાં ચારે બાજુ હોબાળો મચી ગયો હતો.  હવે આ ખોટી માપણી સુધારવા ચાર ગણી ભૂલ કરી છે. એક સર્વે નંબર સુધારવા જતાં બીજા નંબરમાં ગોટાળો થયો.. આમ માપણીમાં ગોટાળાનો સિલસિલો ચાલ્યો છે.  જમીન માપણીની વાંધા અરજીઓ આવે ત્યારે એક ખેતરની માપણી સુધારવા જતાં આજુ બાજુના તમામ ખેતરોના નકશા ખોટા થાય છે.  એટલે વાંધા અરજીના આધારે પણ જમીન માપણીમાં સુધારા શક્ય જ નથી. તેથી આ જમીન માપણી રદ કરીને નવેસરથી જ જમીન માપણી કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોને તેમની જમીનના સાચા નકશાં મળશે. આથી જમીન માપણી રદ કરીને નવેસરથી જ કરવી પડે…

Related posts

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

Bansari

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!