10 કરોડમાં વેચાઈ આ ઝુપડી, જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે લોકોની આંખો પહોળી થઈ ગઈ

દુનિયાનાં ઘણાં મકાનો એવા હોય છે જે પોતાની ખૂબસુરતી માટે જાણીતા હોય છે. એવા મકાનોની કિંમત કરોડોમાં હોય છે. આવા ઘરો ખરીદવા માટે મધ્યમવર્ગીય માણસ તો કોઈ દિવસ સપનામાં પણ વિચારી નથી શકતો. પણ આજે એક કરોડોમાં વેચાયેલી ઝુપડપટ્ટીની વાત કરવાની છે.

આ ઝુપડપટ્ટીની કિંમત સાંભળીને તો ગમે તે વ્યક્તિ દંગ રહી જશે. કોઈ દિવસ તમે નહીં સાંભળ્યું હોય કે એક ઝુપડપટ્ટીની કરોડોની કિંમતમાં વેચાઈ શકે !! આ ઘટના ઈંગ્લેન્ડની છે. જ્યાં એક સાધારણ ઝુપડી કરોડોની કિંમતમાં વેચાઈ ગઈ. જ્યારે આ વિશેની ખબરો ફેલાઈ અને લોકોને ખ્યાલ પડ્યો ત્યારે હેરાન થઈ ગયા.

ઝુપડી વેચાઈ પછી તેની સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી. આ ઝુપડીની ડિઝાઈન મહેલની માફક છે. જે પ્રકારે તેની અંદરથી સજાવટ કરવામાં આવી હતી તે રીતે તે એક આલિશાન બંગ્લો લાગી રહી છે. ઝુપડપટ્ટીની અંદર ત્રણ બેડરૂમ છે. જેનું નિર્માણ 1964માં થયું હતું.

2016માં તેના માલિકે ઝુપડીનું ઈંન્ટેરિયર ડિઝાઈન કરાવ્યું. અને તેને 10 કરોડની કિંમતમાં વેચી દીધી. એટલું જ નહીં કહેવાય છે કે તેમાં ઘણા વર્ષો સુધી સેલિબ્રિટીઓ પણ રહ્યા હતા. ઝુપડપટ્ટીના માલિકનું કહેવું છે કે આ ઝુપડપટ્ટીની કિંમત પહેલા 3 કરોડ રૂપિયા હતી. માલિકે કહ્યું હતું કે જો તમે આ ઝુપડપટ્ટીને સાધારણ ઝુપડી માની રહ્યા હો તો એકવાર આવી તેની મુલાકાત લઈ શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter