GSTV

મોસમ અદલાબદલીની: થોડા દિવસો પહેલા 7 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, હવે ફરીથી કૉગ્રેસમાં જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી રાજકીય ભૂકંપ આવ્યો છે. કલ્યાણપુર તાલુકા પંચાયતના 7 સભ્યોની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. થોડા સમય પહેલા જ તમામ સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. પરંતુ ભાજપથી અસંતોષ થતા ફરી કોંગ્રેસમાં જોડાયા છે.

આ સાથે જ કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપમા ગયેલા તમામ 7 સભ્યોને કોંગ્રેસે ફરી ખેસ પહેરાવીને પક્ષમાં ઘરવાપસી કરાવી છે. જે 7 સભ્યો કોંગ્રેસમા ફરી જોડાયા છે તેમાં વસીમા બાનુ, ભીમા ડાભી, મણીબેન ડાભી, કુંવરબેન ડુવા, ભાયાભાઈ માડમ, વજસીભાઈ વરૂ તેમજ રંભીબેન સુવાનો સમાવેશ થાય છે.

સાણંદ

સાણંદ એપીએમસીના ખેંગારભાઈએ ભાજપમાં જોડાઈને ઘરવાપસી કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેંગારભાઈને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં પરત લીધા. તો તેમની સાથે મેરુભા ગોહિલ સહિત કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખેંગારભાઈ કમા રાઠોડ સાથે પક્ષ છોડી ગયા હતા હતા. ત્યારે પક્ષે ખેંગારભાઈને પણ સસ્પેન્ડ કર્યા હતા.

READ ALSO

Related posts

ઘરમાંથી બહાર બિલકુલ ના નીકળો, આ શહેરમાં દૂધની હોમ ડિલીવરી કરવાનો લેવાયો નિર્ણય

Karan

ગુજરાતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ આ શહેરોમાં રસ્તા પર ઉતરી, સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

Ankita Trada

ગુજરાતમાં ખતરો વધ્યો : કોરાનાથી અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત, આજે નવા 6 કેસ પોઝિટીવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!