વડોદરાના પાદરામાં શિક્ષણ જગતને શરમાવતી ઘટના સામે આવી છે. પાદરા નગર પાલિકા સંચાલિત ચોકસી કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ભણાવતા શિક્ષિકા ખ્યાતી પટેલ અને મહિલા આચાર્ય મીનાક્ષીબેન ચાલુ શાળાએ બાખડી પડયા હતા. છેલ્લા ઘણા સમયથી મહિલા આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પર્સનલ વિવાદોને લઈને ચાલુ શાળાએ બાખડયા હતા.

શિક્ષિકાએ પોલીસ સાથે ગેરવર્તન કરી બૂમાબૂમ પણ કરી હતી. જોકે સમગ્ર મામલે મહિલા શિક્ષક અને મહિલા આચાર્યને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. શિક્ષિકાઓના વિવાદના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર અને ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા હતા. બન્નેએ પાદરા પોલીસમાં સામસામી અરજી આપી હતી. જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર આ બાબતે કોઈ યોગ્ય પગલાં લે તેવી લોકોએ માંગણી કરી છે.
READ ALSO:
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો