GSTV
Home » News » સૂર્યનો કેર: ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન 41ને પર, અમદાવાદમાં 42 ડિગ્રી

સૂર્યનો કેર: ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન 41ને પર, અમદાવાદમાં 42 ડિગ્રી

એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગરમી તેનું રૌદ્ર રૃપ બતાવે તેવી આગાહી વચ્ચે સરેરાશ મહત્તમ તાપમાનનો પારો સતત ઊંચે જઇ રહ્યો છે. આજે અમદાવાદ સહિત ૬ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહ્યું છે. આજે સુરેન્દ્રનગર સૌથી વધુ ૪૨.૩ ડિગ્રીમાં શેકાયું હતું જ્યારે રાજકોટમાં ૪૨ ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો.

સુરેન્દ્રનગર, રાજકોટ ઉપરાંત અમદાવાદ, ઈડર, અમરેલી, ભૂજમાં ૪૧ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે અને આગામી બે દિવસ ગરમીમાં ખૂબ જ વધારો થાય તેની સંભાવના ઓછી છે. ‘ અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે.

છેલ્લા ચાર વર્ષના આંકડા જોવામાં આવે તો અમદાવાદમાં સામાન્ય રીતે એપ્રિલમાં કમસેકમ ૧ વાર ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થયો જ છે.

રાજ્યમાં ક્યાં વધારે ગરમી?

શહેરગરમી
સુરેન્દ્રનગર૪૨.૩
રાજકોટ૪૨.૦
અમદાવાદ૪૧.૩
ઈડર૪૧.૨
અમરેલી૪૧.૦
ભૂજ૪૧.૦
ડીસા૩૯.૮
ગાંધીનગર૩૯.૮
વડોદરા૩૯.૭
ભાવનગર૩૭.૭
સુરત૩૫.૦

 

Related posts

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar