બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ધાનેરાની એક હોટલમાં એક દારૂડિયાએ હોબાળો મચાવ્યો હતો. હોટેલ માલિકે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી નહીં. આખરે હોટલ માલિકે હોટેલ બંધ કરવી પડી હતી. અવારનવાર દારૂડીયાઓના હોબાળાને કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. મહિલાઓને બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું છે. તો વેપારીઓની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ આવા અસામાજિક તત્વોને છાવરતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
READ ALSO

- Telegram એપથી વીડિયો અને વોયલ કોલ કરવા માગો છો? તો અહીંયા જાણો સરળ ટ્રીક
- Flipkart Big Saving Days: આજે જ ઉઠાવો આ ડિસ્કાઉન્ટ ઑફરનો ફાયદો, iPhone 11 મળશે માત્ર….
- Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ
- કોરોના રસીને લઈને સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન, દેશમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન
- પશ્ચિમ બંગાળ : BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના TMC પર પ્રહાર – ‘મમતા બેનર્જી હાર ભાળી ગયા છે’