દેશભરમાં કોરોના વાયરસની બીજી લહરે કહેર વરસાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ અને મોતના આંકડા રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર અને દિલ્હી છે. ગત રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડા મુજબ દેશભરમાં 2263 લોકોના મૃત્યુ થયા હતા. કુલ મૃત્યુમાંથી 773 મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં 348 કોરોના દર્દીનું મૃત્યુ નિપજ્યુ. એટલે કે બંને રાજ્યોમાં જ કુલ મૃત્યુના 50 ટકા મૃત્યુ આ બંને રાજ્યોમાં જ નોંધાયા. આ આંકડો ડરામણો છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 66,836 નવા કેસ નોંધાયા છે. જોલકે સૌથી ચિંતાજનક વાત તો એ છે કે 773 લોકોના આજે કોરોનાના કારણે મોત થયા છે. આ આંકડો ડરામણો છે અને અત્યાર સુધીમાં સૌથી વધારે છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કેસની કુલ સંખ્યા 41,61,676 થઇ છે. તો આજે વધારે 773 લોકોના મત સાથે કુલ મૃત્યુઆંક 63,252 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 34,04,792 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. રાજ્યમાં ત્યાર સુધીમાં 2,51,73,596 લોકા ટેસ્ટ કરવામાં આવ્ યા છે, જેમાં આજે 277610 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પણ કોરોનાના કારણે સ્થિતિ કાબૂ બહાર છે. આજે મુંબઇમાં 7199 નવા કેસ નોંધાયા છે, તો 72 લોકોના મોત થયા છે. જેની સાથે મુંબઇમાં કુલ કેસ 6,16,279 થયા છે અને 12655 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોના બુલેટ ગતિએ
જ્યારે દિલ્હીમાં પણ રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 24,331 નવા કોરોના કેસ નોંધાયા અને 348 લોકોના મોત થયા. દિલ્હીમાં એક્ટિવ કેસ વધીને 92029 થઇ ગયા છે. આ વચ્ચે દિલ્હીના અનેક હોસ્પિટલોમાં બેડ્સ અને ઓક્સિજનની અછત સર્જાઇ છે. જે ચિંતાનો વિષય છે.
દિલ્હીમાં બેડ્સની અછતના કારણે ભારતીય સેનાએ ડીઆરડીઓ સાથે મળી એક 250 બેડ્સની આઈસીયૂ યૂનિટ તૈયાર કરી છે. કોરોનાના કારણે જે દર્દીઓની સ્થિતિ ગંભીર છે, તેમની સારવાર અહીં કરી શકાય છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી લોકડાઉન જેવા પ્રતિબંધો છતાંય મોતના આંકડા ડરામણાં
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ હોવા છતા કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસના દરરોજ 60 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. જ્યારે દિલ્હીમાં પણ કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મૃત્યુઆંક ચિંતાજનક છે. બંને રાજ્યોના મૃત્યુઆંકે કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે.
Read Also
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન