GSTV
Home » News » 19 વર્ષની છોકરીએ કર્યો 25 વર્ષની મહિલાનો રેપ, કમર પર બાંધતી હતી સેક્સ ટોય

19 વર્ષની છોકરીએ કર્યો 25 વર્ષની મહિલાનો રેપ, કમર પર બાંધતી હતી સેક્સ ટોય

રાજધાની દિલ્લીના સીમાપુરીમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા 25 વર્ષની મહિલાને ગેંગરેપના કેસમાં હવે એક 19 વર્ષની છોકરીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને ન્યાયિક હિરાસતમાં લઈને તિહાર જેલમાં મોકલવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર અાવ્યું છે કે, આરોપી છોકરીએ પોતાના ત્રણ પુરૂષ સાથીઓ સાથે મળીને 25 વર્ષની મહિલાનો રેપ કર્યો હતો. આ કેસમાં છોકરી તેના ત્રણ પુરુષ સાથીઓ સાથે પકડાઈ ગઈ છે. અા કેસમાં મહિલા સાથે અકુદરતી સેક્સ 19 વર્ષની છોકરીએ માણ્યું હતું. મહિલા ના પાડતી તો તેની પિટાઈ પણ થતી હતી.

છોકરીને રેપના આરોપમાં ધારા 377 હેઠળ ધરપકડ કરવામાં આવી

હકીકતમાં રેપની આરોપી 18 વર્ષની છોકરી ધરપકડથી બચી જતી હતી. એની પાછળ તેનો એવો વિચાર હતો કે સુપ્રિમ કોર્ટએ સમલૈંગિકતા (ધારા 377)ને અપરાધની શ્રેણીથી બહાર કરી દીધી છે. આ કેસમાં નવો ટવીસ્ટ ત્યારે આવ્યો જયારે કડકડડૂમા કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે છોકરીના નિવેદન રેકોર્ડ થયા. એના પછી અદાલતના આદેશ પર તે છોકરીને રેપના આરોપમાં ધારા 377 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે શકમંદ યુવતીએ એની કમર પર એક સેક્સ ટૉય બાંધી દીધા બાદ મારી સાથે અકુદરતી સેક્સ માણતી હતી.

છોકરી પીડિતાની સાથે વારંવાર સંબંધ બનાવતી હતી

નોંધપાત્ર છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રેપના આરોપિયોએ પીડિતાને બિઝનેસના પ્લાનમાં રોકાણના બહાને મળવા બોલાવી હતી અને ત્યારબાદ દિલશાદ કોલોનીના ઍપાર્ટમેન્ટમાં પૈસા સાથે ગેંગરેપ કર્યો હતો. છોકરીને ઘણા દિવસો સુધી બાનમાં રાખી હતી અને તેણીને બંધક બનાવીને રાખી હતી. તેણીની પોર્નોગ્રાફિક વિડિઓ બનાવીને પણ બ્લેકમેઇલ કરી હતી.
એના પછી આરોપી રોહિત અને રાહુલે પીડિતા પર નજર રાખવા માટે 19 વર્ષની છોકરીના બોલાવી હતી જેણે સેક્સ ટોયથી સંબંધ બનાવ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે છોકરી પીડિતાની સાથે વારંવાર સંબંધ બનાવતી હતી અને તેણીના ના કહેવા પર તેણીને મારતી પણ હતી. આ કિસ્સો આમ તો ગયા વર્ષના ઓક્ટોબર માસનો છે. પરંતુ એ સમયે પોલીસે આ કિસ્સો આપીસીની મર્યાદામાં આવતો નથી એવી દલીલ કરી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને માન્યતા આપી ત્યારે પરસ્પર સંમતિથી આવું બની શકે એવું જણાવ્યું હતું. આ કિસ્સામાં ફરિયાદી યુવતીનો આરોપ એવો છે કે સંબંધિત યુવતીએ એની સાથે બળજબરીથી અકુદરતી સેક્સ માણ્યું હતું.

Related posts

વાહ રે ગુજરાત! મતદાનનો ગૌરવપૂર્ણ કિસ્સો: આદિવાસી યુવકે પોતાનાં પિતાને….

Riyaz Parmar

મતદાન બાદ રોડ-શો કરવા બાબતે PM મોદીને રાહત, કેન્દ્રિય ચૂંટણી પંચે ક્લિનચીટ આપી

Riyaz Parmar

કુસ્તીબાજ બજરંગ ફરીથી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યા

Path Shah