GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

jioના ગ્રાહકો માટે આવી સૌથી મોટી ખુશખબર, મુકેશ અંબાણીએ લીધો આ નિર્ણય

રિલાયંસ જિયો ટેરિફ મોરચે પોતાના પ્રતિદ્વંદીને કોઈપણ પ્રકારની છૂટ આપવાના મૂડમાં નથી. કંપનીના વિશ્લેષકોએ જણાવ્યું કે હાલના ટેરિફ દર પર જ કંપનીની આવક વધારો થઈ રહ્યો તેમજ તેના ગ્રાહકોની સંખ્યામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. આથી કંપની ટેરિફ રેટ વધારવા ઇચ્છતી નથી. જીયોના આ નિર્ણયના કારણે વોડાફોન આઈડિયા (બીઆઈએલ) અને ભારતી એરટેલની આવકમાં વધારો થઈ શકશે નહિ.

રેવેન્યુ માર્કેટમાં 26 પ્રતિશતની હિસ્સેદારી

જીયોના ત્રીજા ત્રિમાસિકમાં આવકના પરિણામો આવ્યા બાદની એક બેઠકમાં હાજર ગોલ્ડમેન સૈક્સ, મોર્ગન એન્ડ સિટી સ્ટેનલી તેમજ સિટી રિસર્ચ જેવી બ્રોકરેજ કંપનીઓના વિશ્લેષકોએ જિયોના અધિકારિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીના આધારે જણાવ્યું કે 28 કરોડ ગ્રાહક, લગભગ 24 પ્રતિશત સબ્સક્રાઈબર્સ માર્કેટ પર પ્રભુત્વ તેમજ રેવેન્યુ માર્કેટમાં 26 પ્રતિશતની હિસ્સેદારી બાદ કંપનીની નજર ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા પર છે. આથી તેઓ ટેરિફમાં વધારો કરી કોઈ મુશ્કેલી ઉભી કરવા માંગતા નથી તેઓ હજુ વધારે ગ્રાહકો તેમાં જોડાય તેવું ઇચ્છે છે.

દર મહિને આશરે 90 લાખથી એક કરોડ સુધીના નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે

વૈશ્વિક બ્રોકરેજનું કહેવું છે કે જ્યાં સુધી જીયો પોતાના લક્ષ્યને અનુરૂપ 40 કરોડ ગ્રાહકોનો આંકડો પ્રાપ્ત ના કરી લે ત્યાં સુધી પ્રતિદ્વંદી કંપનીઓ વોડા આઈડિયા અને ભારતી એયરટેલની આવકમાં કોઈ સુધારો થવાના સંજોગો હાલમાં જોવા મળતા નથી. શુક્રવારે ભારતીએયરટેલનો શેરમાં 6.4નો ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્લેષકોના મતે જીયોમાં દર મહિને આશરે 90 લાખથી એક કરોડ સુધીના નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે એ હિસાબે વર્ષ 2018-19ના અંત સુધીમાં તેના ગ્રાહકોની સંખ્યા 30.2 કરોડ સુધી પંહોચી જશે. ઇકોનોમિક ટાઈમ્સના મતે એયરટેલ અનો વોડા આઈડિયાને આગામી મહિનાની શરૂઆતમાં નુકસાન થવાની સંભાવના છે.

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!