GSTV
Home » News » ચીનમાં મુસ્લિમોને બળજબરીથી તાલીમ કેન્દ્રોમાં ધકેલાયા

ચીનમાં મુસ્લિમોને બળજબરીથી તાલીમ કેન્દ્રોમાં ધકેલાયા

ચીનમાં ઉઈગર મુસ્લિમોને ‘દેશભક્ત’ અને ‘વફાદાર’ બનાવવા માટે સરકારે ખાસ ટ્રાન્સફોર્મેશન કેમ્પ ખોલ્યા છે. આ કેમ્પ ઉઈગર મુસલમાનોને ચીનની સરકાર અને ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર બનાવવા માટે ખોલવામાં આવ્યાં છે. તેમાં અલ્પસંખ્યક મુસલમાનોને જબરદસ્તીથી પકડીને લાવવામાં આવી રહ્યાં છે અને ઓછામાં ઓછા બે મહિના માટે રાખવામાં આવી રહ્યાં છે.

સરકારનું માનવું છે કે અહીં ચીની ભાષા શીખવા, કાયદાનો અભ્યાસ અને રોજગારી માટે તાલિમ આપવામાં આવી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાનું કહેવું છે કે સરકાર ઉઈગર મુસ્લિમોની સાંસ્કૃતિક ઓળખ ખતમ કરવા માટે તેમના પર જબરદસ્તીથી અત્યાચાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાની સરહદની એકદમ નજીક મુસલમાનો પર થઈ રહેલા આ પ્રકારના અત્યાચાર પર એકદમ ચૂપ છે. જ્યારે ભારતમાં મુસલમાનો પર કથિત અત્યાચારને લઈને પાકિસ્તાન દુષ્પ્રચાર કરે છે. અન્ય મુસ્લિમ દેશો પણ આ મુદ્દે એકદમ ખામોશ છે, જ્યારે પશ્ચિમના માનવાધિકાર સંગઠન હવે આ અત્યાચાર પર અવાજ ઉઠાવી રહ્યાં છે. રવિવારે અમેરિકાના મુખ્ય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે આ મુદ્દે ફ્રન્ટ પેજ પર ફોટા સાથે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સે એક મોટી ઈમારતનો ફોટો છાપ્યો છે, જ્યાં ઉઈગર મુસલમાનોને ‘દેશભક્ત’ અને ‘વફાદાર’ બનાવવા માટે તાલિમ આપવામાં આવી રહી છે.  અહીં રોજ અનેક કલાકોના ક્લાસ હોય છે, જ્યાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને સમર્થન કરવાની શીખ અપાય છે. એટલું જ નહીં મુસલમાનોને પોતાની જ સંસ્કૃતિની ટીકા કરવા માટે પણ કહેવાય છે. રિપોર્ટ મુજબ આ તાલિમનો હેતુ મુસલમાનોમાં પોતાના જ ધર્મ પ્રત્યેની આસ્થાને ખતમ કરવા અને ચીન પ્રત્યે વફાદાર બનાવવાનો છે.

ચીનમાં લગભગ 2.3 કરોડ મુસ્લિમ વસ્તી છે. જેમાં લગભગ એક કરોડ ઉઈગર મુસ્લિમ શિનજિયાંગ પ્રાંતમાં રહે છે. ઉઈગર મુસલમાનોના વિદ્રોહી તેવરના કારણે તેમની મોટાભાગની ધાર્મિક સ્વતંત્રતા પર ચીન સરકારે અંકુશ લગાવ્યો છે. હાલમાં જ મીડિયામાં અહેવાલ આવ્યો હતો કે લગભગ 10 લાખ મુસ્લિમને પોતાના જ શહેરમાં નજરકેદ કરાયા છે.

Related posts

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar

NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

Riyaz Parmar

રિપોર્ટરનો દાવો- ‘મરેલા માણસનું નિવેદન લેવાની કોશિશ કરી પણ તેણે કેમેરા સામે બોલવાની ના પાડી’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!