ન્યૂડ સેલ્ફીને ગિરવે મુકાવે છે આ બેન્ક, જો લોન ન ચુકવો તો…

ચીનમાં યુવાનોને જો લોન લેવી હોય તો તેની અજીબ માંગને પુરી કરવી પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં લોન આપતી કંપનીઓ અને બેન્ક યુવાનોને ન્યૂડ સેલ્ફીને ગિરવે મુકાવે છે. આ રીત ચીનમાં ધણી ઝડપથી ફેલાઈ રહી છે અને લોન આપવા વાળી લગભગ દરેક કંપનીઓ આ રીતને અપનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઈન લોન આપનારી કંપનીઓએ આ રીતને વધુ અપનાવી છે. લોનની માંગ કરનાર યુવાનોને તે કહે છે કે તે તેમની ન્યૂડ સેલ્ફી મોકલે.

જો સમય પર લોન ન ચુકવવામાં આવે તો આ કંપનીઓ ગિરવે મુકેલી સેલ્ફીને તેમના પરિવાર અને મિત્રો વચ્ચે લીક કરવાની ધમકી આપે છે. ત્યાંજ ધણી કંપનીઓ આપેલી લોન પર વધુ વ્યાજ વસુલ કરવા લાગે છે અને પછી તેમની પાસે ન્યૂડ સેલ્ફી અથવા તો વીડિયોની માંગ કરે છે. ચીનમાં આપ્રકારના વ્યવહારને‘નેકેડ લોન સર્વિસ’ના નામથી ઓળખવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2016માં નાના દેવાદારોએ 161 યુવક-યુવતિઓની ન્યુડ તસ્વીર અને વીડિયોનો 10 જીબી ડેટા લીક કર્યો હતો. તોમાંથી મોટાભાગની ઉંમર 19થી 23 વર્ષની વચ્ચે હતી અને તેમણે 1000થી લઈને 2000 ડોલર સુધીની લોન લધી હતી. આ લોકોએ પોતાના ફોટો આઈડી સાથે ન્યૂડ તસ્વીર આપી હતી. ધણા લેણદારો પાસે લોન ચુકવવાના બદલામાં સેક્સ વર્કરનું પણ કામ કરાવવાની ખબર જાણવા મળી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનમાં મોટા પાયે નેકેડ લોન સર્વિસેઝની નીચે કામ થઈ રહ્યું છે. આ રીત એ હદ સુધી ફેલાયેલી છે કે ગયા વર્ષે ચાઇનાના આર્થિક નિયામકે પરવાનગી લીધા વગર લોન આપનારા કંપનીઓ પર કાર્યવાહી કરવા માટે મજબૂર થવુ પડ્યુ હતું. સરકારની કાર્યવાહી બાદ પણ સોશિયલ મીડિયા પર આ કામ ચાલી રહ્યું છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter