છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ ઘમાસાણ મચ્યું છે. કોંગ્રેસ દ્વારા જેમને ટિકીટ ફાળવવામાં નથી આવી તેવા ઉમેદવારના સમર્થકો રાયપુર સ્થિત પ્રદેશ કોંગ્રેસની ઓફિસ પહોંચ્યા હતા અને ભારે ધાંધલ-ધમાલ મચાવી હતી. રાયપુર દક્ષિણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નેતા એઝાઝ ઢેબરને ટિકીટ ફાળવવામાં ન આવતા નારાજ સમર્થકોએ કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ મચાવી હતી.
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી
હંગામો કરનારા યુવકોએ પ્રદેશ પ્રભારી પી એલ પુનિયાની ઓફિસનો દરવાજો પણ તોડી નાંખ્યો હતો. આ ઉપરાંત ઓફિસના કાચ તેમજ ફર્નિચરને પણ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ બિલાસપુર કાર્યાલયમાં પણ કાર્યકર્તાઓએ ખુરશી ટેબલ સહિતના ફર્નિચરને તોડી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે પક્ષમાં અનેક વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરી ફક્ત 6 મહિના પહેલા કોંગ્રેસમાં આવેલા શૈલેષ પાંડેને ટિકીટ આપવામાં આવી છે. આથી વિફરેલા કોંગ્રેસના કાર્યકરોએ ઓફિસમાં તોડફોડ મચાવી હતી.