GSTV

છત્તીસગઢમાં 90 બેઠક, Exit Pollsમાં 46 સીટ સાથે આ પાર્ટીની બનશે સરકાર

Last Updated on December 7, 2018 by

છત્તીસગઢમાં રમણ સિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચવા જઇ રહી છે. 5 રાજ્યોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ જાહેર થયેલા એક્ઝીટ પોલમાં છત્તીસગઢમાં ફરી એક વખત ભાજપની સરકાર રચાય તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. છત્તીસગઢમાં છેલ્લી 3 ટર્મથી સતત ભાજપનું શાસન છે. અને જો એક્ઝીટ પોલના તારણ મુજબ ભાજપને બહુમતી મળી તો ભાજપ ચોથી વખત સરકાર રચી શકે છે.

ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝીટ પોલ મુજબ છત્તીસગઢમાં 90 બેઠક પૈકી ભાજપને બહુમતિ માટે જરૂરી 46 બેઠકો મળી શકે છે. જ્યારે કે કોંગ્રેસને 35 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. તો અન્ય પક્ષોને 9 બેઠક મળી શકે છે. બીજી તરફ ઇન્ડિયા ન્યૂઝ-નેતાના તારણ મુજબ ભાજપ બહુમતથી 3 બેઠક ઓછી એટલે કે 43 બેઠકો જીતી શકે છે. જ્યારે કે કોંગ્રેસને 40 બેઠકો અને અપક્ષોને 7 બેઠકો પર જીત મળી શકે છે. એબીપીના તારણમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ કરતા વધારે 52 બેઠકો મળી રહી છે. તો કોંગ્રેસ 35 બેઠકો અને અપક્ષો 3 બેઠકો પર જીતી શકે છે. તો ઇન્ડિયા ટીવીના તારણ મુજબ ભાજપ 42 થી 50 બેઠકો પર વિજયી બની શકે છે. તો કોંગ્રેસને 32 થી 38 તેમજ અપક્ષોને 2 થી 12 સુધીની બેઠકો મળી શકે છે.

બીજી તરફ આજતકના એક્ઝીટ પોલ મુજબ છત્તીસગઢમાં કોંગ્રસની સરકાર બની રહી છે. આજતકના તારણ મુજબ ભાજપને ફક્ત 21 થી 31 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 55 થી 65 બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે કે અપક્ષો 4 થી 8 બેઠકો જીતી શકે છે. તો રિપબ્લીક સી વોટરના તારણમાં ભાજપને 35 થી 43 બેઠકો પર જીત મળી રહી છે.

છત્તીસગઢમાં રમણ સિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચવા જઇ રહી છે. 5 રાજ્યોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ જાહેર થયેલા એક્ઝીટ પોલમાં છત્તીસગઢમાં ફરી એક વખત ભાજપની સરકાર રચાય તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!