GSTV
AGRICULTURE Kheda-Anand Trending ગુજરાત

ખેડૂતો માટે ખુશખબર : ચરોતર પંથકમાં ખેતરમાં ડ્રોનથી યુરિયાનો છંટકાવ હવે સરકાર જ કરી આપશે, કરાવવું પડશે ઓનલાઇન રજિસ્ટ્રેશન

યુરિયા

તારાપુર તાલુકાના જીચકા ગામે ડ્રોનથી નેનો યુરિયાના છંટકાવ માટેના અભિગમ સાથે શિબિર યોજાઈ હતી અને ડ્રોનથી નેનો યુરિયાના છંટકાવનો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. હાલ વધતી જતી યુરિયા ખાતરની માંગ અને અછતને પહોચી વળવા તથા યુરિયાના વધુ ઉપયોગથી જમીન પર પડતી માઠી અસર અને પર્યાવરણમાં વધતા પ્રદૂષણથી બચાવવા માટે સરકાર દ્વારા ડ્રોનથી યુરિયાના છંટકાવ માટેની કામગીરીનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યુરિયા

આવનારા દિવસોમાં ચરોતર પંથકમાં ખેતરોમાં ડ્રોનની મદદથી યુરિયાનો છંટકાવ કરી શકાશે. તે માટેની પહેલી ટ્રાયલ તારાપુરમાં લેવામાં આવી હતી. તાલુકાના જીચકા ગામે સરકારી અધિકારીઓની હાજરીમાં ડ્રોન ઉડાડીને ખેતરોમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કૃષિ વિસ્તરણ અધિકારી સહિત ઈફકોના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ગામના ખેડૂતોએ પણ હાજરી આપી હતી.

યુરિયા

ડ્રોન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે

ઈફ્કો દ્વારા સંશોધનો બાદ નેનો ટેકનોલોજીવાળુ યુરિયા સરકારી સબસીડીમાં મુકવામાં આવેલલા જે બાદ ઘણા ખેડૂતોએ તેનો ઉપયોગ પણ કરેલ પરંતુ નેનો યુરિયા છંટકાવ માટે બનાવાયેલ હોઈ થોડી સમસ્યાઓ આવતી હોઇ સરકાર હવે તેના પણ નિવારણ માટે કટિબધ્ધ બની છે. જેમાં નેનો યુરિયાનો છંટકાવ કરવા ઈચ્છતા ખેડૂતો માટે હવે સરકાર ડ્રોન થી છંટકાવ કરી આપશે પણ એ માટે ખેડૂતે આઈ પોર્ટલ પર જઈને તેનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

READ ALSO

Related posts

લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા

Bansari Gohel

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda
GSTV