GSTV

બોટાદમાં પૈસાની લેતીદેતી મામલે યુવકનું અપહરણ કરી ઢોર માર મરાયો

બોટાદના ઢાંકણીયા રોડ પર ગત રાત્રે પૈસાની લેતીદેતી મામલે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં ફેંકી અપહરણકારો નાસી છૂટ્યા હતા.

ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે અમદાવાદથી બોટાદ આવેલા નરેશ પરમાર નામના યુવકને ત્રણ ઈસમોએ મોઢા પર રૂમાલ વીંટી અપહરણ કરીને આવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા જ્યાં યુવકના હાથ પગ બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો.

જેના લીધે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને રસ્તા પર ફેંકીને અપહરણકારો ફરાર થઈ ગયા થતા. ઈજાગ્રસ્ત યુવકને તાકીદે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જો કે આ અંગે બોટાદ પોલીસ દ્વારા યુવકનું નિવેદન લઇ અપહરણ કરનાર ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 વ્યક્તિ વાયરસની ઝપેટમાં

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

કોરોનાને પગલે અમદાવાદનું સૌથી મોટું શાકભાજી માર્કેટ થશે બંધ, છૂટકમાં વધી શકે છે ભાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!