GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભાજપમાં આ બે પ્રકારના કોર્પોરેટર છે જેમાં એકનું કામ લોકો જુઓ છે એક તો લાંચ લઈ રહ્યો છે

bjp

ભાજપ પક્ષમાં એવા એવા કોર્પોરેટર પડ્યા છે કે અમુક કોર્પોરેટર માટે ભાજપ કોલર ઉંચા કરી શકે છે. જ્યારે અમુક કોર્પોરેટર એવા પડ્યા જેઓ ભાજપની આબરૂના ભૂંડા હાલ થાય તેવું કાર્ય કરતા પણ અચકાતા નથી. આવું જ કંઇક બે જગ્યાએ જોવા મળ્યું. જેમાં વડોદરાના વોર્ડ નંબર 4ના ભાજપ કોર્પોરેટર અજિત દધિચે સયાજીપુરા ટાઉનશિપની ગટરમાં ઉતરીને જાતે સફાઇ કરી. કારણ હતું કે તેઓ છેલ્લા 3 મહિનાથી પાલિકાને સફાઇનું કહી રહ્યા હતા. જે ન થતા અંતે કોર્પોરેટરે ગટરમાં ઉતરીને સફાઇ શરૂ કરી. જેના કારણે સ્થાનિકોમાં ભાજપના આ કોર્પોરેટર માટે માન થઇ ગયું હશે.

તો વાત કરીએ સુરતની તો સુરતમાં શરમને સાઇડમાં મૂકીને દવાખાનાના બાંધકામને લઇને બેધડક રીતે 50 હજારની લાંચ માંગીને લાંચ લેતા ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરી રંગે હાથ ઝડપાયા. જેના કારણે ભાજપની સુરતમાં રહેલી થોડી ઘણી આબરૂને પણ બટ્ટો લાગ્યો. કેમ કે ભૂતકાળમાં પણ સુરતમાં ભાજપના બીજા કોર્પોરેટર્સે પોત પ્રકાશ્યુ છે.

Related posts

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો પરિવાર બન્યો કોરોના સંક્રમિત, પત્ની અને પુત્રનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Ankita Trada

કોરોનાના આંકડા છુપાવવા મામલે જયંતિ રવીનો મોટો ખુલાસો, સરકારનો આ રીતે કર્યો બચાવ

Nilesh Jethva

અમદાવાદમાં ભાજપ માટે ડખા : એએમસીની ચૂંટણી પાછળ ઠેલાય તેવી પૂરી સંભાવના, કોરોનામાં અમદાવાદીઓ નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!