ભાજપમાં આ બે પ્રકારના કોર્પોરેટર છે જેમાં એકનું કામ લોકો જુઓ છે એક તો લાંચ લઈ રહ્યો છે

ભાજપ પક્ષમાં એવા એવા કોર્પોરેટર પડ્યા છે કે અમુક કોર્પોરેટર માટે ભાજપ કોલર ઉંચા કરી શકે છે. જ્યારે અમુક કોર્પોરેટર એવા પડ્યા જેઓ ભાજપની આબરૂના ભૂંડા હાલ થાય તેવું કાર્ય કરતા પણ અચકાતા નથી. આવું જ કંઇક બે જગ્યાએ જોવા મળ્યું. જેમાં વડોદરાના વોર્ડ નંબર 4ના ભાજપ કોર્પોરેટર અજિત દધિચે સયાજીપુરા ટાઉનશિપની ગટરમાં ઉતરીને જાતે સફાઇ કરી. કારણ હતું કે તેઓ છેલ્લા 3 મહિનાથી પાલિકાને સફાઇનું કહી રહ્યા હતા. જે ન થતા અંતે કોર્પોરેટરે ગટરમાં ઉતરીને સફાઇ શરૂ કરી. જેના કારણે સ્થાનિકોમાં ભાજપના આ કોર્પોરેટર માટે માન થઇ ગયું હશે.

તો વાત કરીએ સુરતની તો સુરતમાં શરમને સાઇડમાં મૂકીને દવાખાનાના બાંધકામને લઇને બેધડક રીતે 50 હજારની લાંચ માંગીને લાંચ લેતા ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરી રંગે હાથ ઝડપાયા. જેના કારણે ભાજપની સુરતમાં રહેલી થોડી ઘણી આબરૂને પણ બટ્ટો લાગ્યો. કેમ કે ભૂતકાળમાં પણ સુરતમાં ભાજપના બીજા કોર્પોરેટર્સે પોત પ્રકાશ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter