GSTV
Home » News » બિહારમાં ફાઈનલી શત્રુઘ્ન સિન્હાનું પત્તુ કપાઈ ગયું, આ કદાવર મંત્રીએ લીધુ સ્થાન

બિહારમાં ફાઈનલી શત્રુઘ્ન સિન્હાનું પત્તુ કપાઈ ગયું, આ કદાવર મંત્રીએ લીધુ સ્થાન

બિહારમાં એનડીએની પાર્ટીમાં બેઠકની વહેંચણી થયા બાદ આજે ઉમેદવારના નામની જાહેરાત થવાની શક્યતા હતી. બિહારમાં ભાજપ-જેડીયુ 17-17 અને એલજેપી 6 બેઠક ફાળવવામાં આવી છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ ગઈ કાલે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન સંકેત આપ્યા હતા કે બિહારમાં શનિવાર સુધીમાં તમામ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. અને હવે એનડીએએ બિહારની લોકસભા સીટ પર ગઠબંધનના 39 ઉમેદવારોની શનિવારે જાહેરાત કરી દીધી છે. ગડિયા સીટથી એલજેપી ઉમેદવારની જાહેરાત હાલ કરવામાં આવી નથી. પટના સાહિબ સીટથી હાલના સાંસદ શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાઈ ગઈ છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકરપ્રસાદ ચૂંટણી લડશે.

આ છે બીજેપીના ઉમેદવારોનું લિસ્ટ

વિસ્તારઉમેદવારનું નામ
પૂર્વ ચંપારણડૉ. સંજય જયસવાલ
શિવહરરમા દેવી
મધુબનીઅશોક કુમાર યાદવ
અરરિયાપ્રદીપ સિંહ
દરભંગાગોપાલ જી ઠાકુર
મુઝ્ઝફરપુરઅજય નિષાદ
મહારાજ ગંજજનાર્દન સિંહ
સારણરાજીવ પ્રતાપ રુડી
આરારાજ કુમાર સિંહ
બક્સરઅશ્વિની કુમાર ચૌબે
સારારામછેદી પાસવાન
ઔરંગાબાદસુશીલ કુમાર સિંહ

બિહાર બીજેપીના મોટા ચહેરા તરીકે શાહનવાઝ હુસૈનની ટિકિટ પણ આ વખતે કાપવામાં આવી છે. તે સિવાય બીજેપીએ ગઈ વખતે નવાદાથી સાંસદ બનેલા ગિરિરાજ સિંહને બેગૂસરાયથી મેદાનમાં ઉતાર્યા છે. તે સાથે જ બીજેપીએ પ્રવક્તા શાહનવાઝ હુસૈનની ટિકિટ કાપી હોવાથી આ સીટ જેડીયુના ખાતામાં જતી રહી છે. એનડીએએ માત્ર એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તે પણ જેડીયુંએ તેમના કોટામાંથી કિશનગંજ સીટથી મહમૂદ અશરફને ટિકિટ આપી છે.

READ ALSO

Related posts

ભારતની સિધ્ધિ : વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર : બ્રિટન, ફ્રાન્સ પાછળ

Mayur

મુસ્લિમ મહિલાઓને વિરોધ પ્રદર્શન કરતી જોઇ આનંદ થયો ! : સુમિત્રા મહાજન

Mayur

ઇન્કમટેક્સ વિભાગે અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!