GSTV

ભાજપના સમર્થકો અંદરો અંદર કાઠલે કાઠલે આવી ગયા, પહેલા હાર પહેરાવ્યો પછી હોબાળો કર્યો

બિહારના પટના એરપોર્ટ પર ભાજપના સમર્થકો અંદરો અંદર બાખડ્યા. કેન્દ્રીય કાયદા પ્રધાન ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલી વખત પટના પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર જ તેમના વિરોધમાં નારા લાગ્યા. અને અફરાતફરી મચી હતી. ભાજપના જ રાજ્યસભાના સાંસદ આર.કે.સિંહા પટના બેઠક પર પ્રબળ દાવેદાર હતા. પરંતુ રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવતા આર.કે.સિંહાના સમર્થકોએ કાળા ઝંડા બતાવીને પાછા જાઓના નારા લગાવ્યા.

રવિશંકર પ્રસાદ અને આર.કે.સિંહાના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ. મહત્વનું છે કે રવિશંકર પ્રસાદને પટના સાહિબ બેઠક પરથી ટિકિટ મળી છે. જ્યારે આર.કે.સિંહા પણ આ બેઠક પર ઉમેદવારની રેસમાં હતા. અત્યાર સુધી શત્રુધ્ન સિંહા આ બેઠક પરથી સાસંદ હતા. જોકે રવિશંકર પ્રસાદે આ વાતનો ઉલ્લેખ ન કર્યો અ કહ્યું કે પટનામાં ભાજપની મજબૂત જડ છે. અને બિહારમાં એનડીએની ઐતિહાસીક જીત થશે.

READ ALSO

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!