બિહારમાં 2019ની ચૂંટણીમાં શિવસેના પોતાનો પગ આડો નાખશે, અને કોને નડશે જાણો

બિહારમાં શિવસેનાએ લોકસભા ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના બિહારમાં તમામ 40 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. બિહાર શિવસેનાના પ્રદેશ પ્રમુખ કૌશલેન્દ્ર શર્માએ કહ્યું કે આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે શિવસેના બિહારમાં વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દાને લઈને લોકો વચ્ચે જશે. તેમણે કહ્યું કે શિવસેના ક્યારેય બિહારીઓની વિરુદ્ધમાં નથી રહી. બિહારીઓના મુદ્દાને લઈને રાજ ઠાકરેની પાર્ટી મનસેનો પણ વિરોધ કર્યો હતો. અને તેની નિંદા પણ કરી હતી. મુંબઈમાં છઠ્ઠ પુજા સમયે શિવસૈનિકો પણ ભાગ લેથે, તેમણે કહ્યું કે ભાજપ રામ મંદિરના મુદ્દાથી ભટકી ગઈ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter