ભાવનગરમાં તસ્કરો ત્રાટક્યા બંગાળીની દુકાનમાંથી 10 લાખના સોનાના ઘરેણા લઇ ફરાર

ભાવનગરમાં તસ્કરોએ ફરી એકવાર મોટી ચોરીને અંજામ આપ્યો છે. શહેરના શેરડીપીથના ડેલામાં બંગાળી કારીગરની દુકાનમાંથી અંદાજીત ૧૦ લાખના સોનાના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વીતી રાત્રે કોઈ અજાણ્યા ઇસમો દુકાનના તાળા તોડી દુકાનમાંથી સોનાના દાગી ચોરી લીધા હતા. સવારે દુકાને આવેલા કારીગરે દરવાજાન શટર ખુલ્લા જોઇ માલિકને જાણ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા 320 ગ્રામ ઘરેણા ગુમ થયેલા હોવાનું જાણવા મળ્યું હતુ.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter