GSTV
Home » News » ભાવનગર-રાજકોટ રોડ પર આંગડીયા પેઢીના લાખો રૂપિયા લૂંટીને ભાગતા ચોરોના થયા આવા હાલ

ભાવનગર-રાજકોટ રોડ પર આંગડીયા પેઢીના લાખો રૂપિયા લૂંટીને ભાગતા ચોરોના થયા આવા હાલ

ભાવનગર-રાજકોટ રોડ પર ઇશ્વરીયા ગામના પાટીયા પાસે આંગડીયા પેઢીની જીપને અટકાવી પોલીસ તપાસનું કહી કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સો આંગડીયા પેઢીના કર્મચારી પાસે રહેલ રૂપિયા 14 લાખના મુદ્દામાલ સાથેના થેલાની લૂંટનો પ્રયાસ કરી નાસી છૂટ્યા હતા. જે આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધા છે.

ભાવનગર શહેરના નિર્મળનગરમાં આવેલ મહેન્દ્ર આંગડીયા પેઢીમાં કામ કરતા મનુભાઇ રામાભાઇ પટેલએ સોનગઢ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતે તેમજ અન્ય આંગડીયા પેઢીના માણસો તુફાન જીપમાં બેસી બોટાદ જિલ્લાના ઢસા તરફ જઇ રહ્યા હતા ત્યારે ભાવનગર – રાજકોટ રોડ પર ઇશ્વરીયા ગામના પાટીયા પાસે સામેથી આવેલી ટોયેટો કાર નંબરમાં રહેલ પાંચ અજાણયા શખ્સોએ તુફાન જીપ અટકાવી પોલીસ ચેકીગનું બહાનું બતાવી થોડે દુર લઇ ગયા હતા.

ત્યારબાદ પોતાની પાસે રહેલ 58 પેકેટ હિરા કિંમત અંદાજે રૂપિયા 12 લાખ, રોકડા 1 લાખ અને પ0 હજારની કિંમતના દાગીના રાખેલ થેલો બળજબરીપૂર્વક ઝુંટવી લઇ ટોયેટો કારમાં બેસી નાસી છુટવાનો પ્રયાસ કરતા ટોયેટો કાર નજીકમાં આવેલ મેલડી માતાજીના મંદિરની દિવાલ સાથે ઘડાકાભેર અથડાતા તમામ શખ્સો અંદાજે રૂપિયા 14 લાખ 17 હજારના મુદ્દામાલ સાથેનો થેલો અને કાર મુકી નાસી છુટયા હતા.

આ ઘટના અંગે ભોગ બનનાર દ્વારા પોલીસને તાકીદે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જઇ અને ફરિયાદીની ફરિયાદ લઈ એલસીબી એઓજી ની જુદી જુદી ટિમો બનાવી તપાસ આરંભતા અને આરોપીની કારની વિગતો આધારે તાપસ કરતા આ ગુન્હામાં સંડોવાયેલ હારુન ફતેમહમદ સંધિ રાંધનપુર, અલ્પેશ વિનુભાઈ પટેલ ફિચોડ તા ઇડર, મુકેશ પટેલ, મથુર પટેલ અમરસંગ પરમાર રે. સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામ તેમજ અબ્દુલ મરેડિયા, ફરહાન કડીવાળા ને ઝડપી લીધા હતા.

READ ALSO

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!