ભાવનગરમાં PM મોદીએ સેવેલું સપનું મધદરિયે જ અટવાઈ જાય છે

ભાવનગરના ઘોઘાથી દહેજ સુધીની રોપેક્સ સર્વિસ આજે પણ ચાલુ થઈ શકી નથી. આ રો-પેક્સ સર્વિસ વધુ 7થી 8 દિવસ બંધ રહેશે. તો પેસેન્જર ફેરી સર્વિસ પણ મેન્ટેનન્સ માટે 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મધદરિયે જહાજ ખોટકાયા બાદ હજુ સર્વિસ ચાલુ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરે ટેકનીકલ ખામીના કારણે મધદરિયે રોપેક્ષ અટકી પડી હતી.

શીપ દહેજથી ઘોઘા પરત ફરતા સમયે ત્રણ નોટીકલ માઈલ અંદર બંધ થઇ ગયું હતું. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા. જેથી જીએમબી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું અને ભાવનગરથી જીએમબી તેમજ ખાનગી એમ ત્રણ ટગને લઈ જઈને શીપને ટોઈંગ કરીને કિનારે લાવવામાં આવ્યું હતું. જે શિપને સાડાબાર આજુબાજુ ઘોઘા પહોચવાનું હોય તે શીપ સાંજના છ વાગ્યા આજુબાજુ ઘોઘા પહોચ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter