ભાવનગરમાં જીતુ વાઘાણીએ રાષ્ટ્રધ્વજને ફરકાવતા કર્યું આવી રીતે અપમાન

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ 3થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વજના રંગમાં લોકો થાપ ખાઈ જાય છે. કેસરી રંગ ઉપર રહેવો જોઈએ તેના બદલે લીલો રંગ ઉપર રાખવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. ભાજપના નેતાઓની હાજરીમાં આવી અનેક ઘટનાઓ બની છે. ધ્વજ સંહિતા પ્રમાણે રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter