GSTV

તમારે કોઇ પણ સંજોગોમાં પૈસા ચૂકવવા જ પડશે, સુપ્રીમે કેન્દ્ર સરકારનો ઉધડો લઈ લીધો

સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એટલે કે એજીઆરની બારી રકમ ચૂકવવામાં વિલંબ કરવા બદલ ટેલિકોમ કંપનીઓ અને કેન્દ્ર સરકારને બરાબરની ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તેમણે જે આદેશ આપવાનો હતો તે આપી દીધો છે અને હવે ટેલીકોમ કંપનીઓએ પૈસા ચૂકવવા જ પડશે.

જસ્ટીસ અરૂણ મિશ્રાની બેંચે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે આ સ્પષ્ટપણે કોર્ટના અનાદરનો મામલો છે. શું આપણે હવે સુપ્રીમ કોર્ટને બંધ કરી દેવી જોઇએ તેવો વેધક સવાલ પણ કોર્ટે પૂછ્યો. સાથે જ કોર્ટે સરકાર અને ટેલિકોમ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓને કોર્ટના અનાદરની નોટિસ પણ ફટકારી છે.

જસ્ટીસ અરૂણ મિશ્રાએ અરજીઓ પર નારાજગી દર્શાવતા કહ્યું કે આવી અરજીઓ દાખલ ન કરવી જોઇએ. આ બધું બકવાસ છે. શું સરકારી ડેસ્ક ઓફિસર સુપ્રીમ કોર્ટથી ઉપર છે કે જેમણે અમારા આદેશ પર રોક લગાવી દીધી. હજુ સુધી એક પાઇ પણ જમા કરાવવામાં નથી આવી. શું દેશમાં કોઇ કાયદો બચ્યો છે. શું આ મની પાવર નથી.

તેવા સવાલો પણ સુપ્રીમે પૂછ્યા. કોર્ટે કહ્યું કે અમારે જે કહેવાનું હતું તે કહી દીધું છે. તમારે કોઇ પણ સંજોગોમાં પૈસા ચૂકવવા જ પડશે. સુપ્રીમ કોર્ટે એજીઆર મામલે ફરી સુનાવણી શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ એજીઆર ચૂકવવા માટે મુદ્દત માંગી હતી. જેની અંતિમ તારીખ 23 જાન્યુઆરી ક્યારની વીતી ચૂકી છે.

Read Also

Related posts

OMG: ડોક્ટર્સ માટે બન્યો સૌથી મોટો કોયડો, આ શખ્સની આંખમાંથી નિકળ્યા 20થી વધારે કીડા

Dilip Patel

પાર્ટ ટાઈમ જોબની સાથે ટીચરે શરૂ કરી ખેતી, આજે છે 1 કરોડનું ટર્નઓવર

Mansi Patel

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને અમેરિકાએ શ્રદ્ધાંજલી આપતાં ડ્રેગનને થઈ અકળામણ, કરી આ આકરી ટીકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!