GSTV

સાયકલોનો છે અા દેશ : વસતી કરતાં 25 ટકા વધુ છે સાયકલો, પાર્કિગની થાય છે સમસ્યા

Last Updated on October 15, 2018 by

નેધરલેન્ડનું એમ્સ્ટર્ડમ આમ તો ઘણી બાબતોથી પ્રખ્યાત છે પરંતુ તમે કદાચ નહી જાણતા હોય કે એમ્સ્ટર્ડમ સૌથી વધુ સાઈકલ વપરાશ કરતો દેશ છે. ત્યાની જનસંખ્યા 8 લાખ છે જ્યારે સાઈકલોની સંખ્યા 10 લાખ છે. જેથી સાઈકલ પાર્કીંગના પ્રશ્નો પણ ઉદભવે છે. એમ્સ્ટર્ડમના મુખ્ય સ્ટેશનની બહાર સાઈકલ સવારો પાર્કીંગની જગ્યા શોઘતા માલુમ પડે છે.

સેન્ટ્રલ સ્ટેશનની બહાર 2500 જેટલી સાઈકલ રાખી શકાય તેટલી વ્યવસ્થા છે પરંતુ ઓફીસ અને સ્કુલમાં થોડીક વારમાં જ પાર્ક થયેલી સાઈકલોથી પાર્કીંગ સ્થળ ભરાઈ જાય છે. ત્રણ માળવાળા પાર્કીંગમાં સાઈકલ મુકવા માટે ઉપર નીચે જવું પડે છે અને મુકેલી સાઈકલ શોધવી એ પણ માથાનો દુખાવો છે. ગેર કાયદેસર રીતે પાર્ક થતી સાઈકલો અને સાઈકલ ચોરી એ મોટી સમસ્યા છે.

ગેર કાયદેસર પાર્ક કરેલી સાઈકલનું તાળું તોડી ફોર્સવાળી હટાવી દે છે. રસ્તા પરથી ખેંચી લેવામાં આવેલી સાઈકલોથી પણ ડેપો ભરેલા રહે છે.  ફોર્સવાળા દ્રારા સાઈકલ ટોઈંગ કરતા પહેલા સાઈકલનો રંગ, કંપની, સિરીયલ નંબર, ક્યાંથી ઉપાડવામાં આવી વગેરે વિગતોનો ડેટા બનાવવામાં આવે છે. તેના પર એક સ્ટિકર અને ખાસ નંબર લગાવવામાં આવે છે.

 

સાઈકલ ત્રણ મહિના સુધી રાખવામાં આવે છે. ત્યાર બાદ જો સાઈકલ પર કોઈ દાવો ન કરે તો તેની હરાજી કરી દેવામાં આવે છે. સાઈકલ પાર્કીંગમાં ઉભી રાખવામાં મદદ કરતી જે હોટલાઈન હોય તેનો પણ સંપર્ક કરી શકાય છે.

Related posts

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta

લખનઉમાં હનુમાન મંદિર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓને છોડવાની માંગ, RSS પણ નિશાના પર

Vishvesh Dave

Viral News : Private Partમાં સંબંધ દરમિયાન થઈ ગંભીર ઈજા, કરાવવી પડી સર્જરી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!