GSTV
Home » News » અમરેલીઃ સૌરાષ્ટ્રની ધરા લીલીછમ બને તે માટે વરૂણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞનું આયોજન

અમરેલીઃ સૌરાષ્ટ્રની ધરા લીલીછમ બને તે માટે વરૂણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞનું આયોજન

સમગ્ર સૌરાષ્ટ્રની ધરા લીલીછમ બને તે માટે વરૂણદેવને રીઝવવા બાબરામાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરાયું. ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિ સાથે કરેલા આ પર્જન્ય યજ્ઞ પર મેઘરાજાએ પણ આશિષ વરસાવતા સૌ કોઇ રાજી થયા હતા.

બાબરાના આ ભૂદેવો વરસાદ માટે આહુતી આપી રહ્યા છે. શ્રીકાર વરસાદ થાય તે માટે બાબરામાં પર્જન્ય યજ્ઞ થઇ રહ્યો છે. આ વખતે વરસાદ થોડો મોડો છે તેથી મેઘરાજાને રીઝવવા આ યજ્ઞ કરાયો છે.

આદિ અનાદીકાળથી મેઘરાજાને રિઝવવા આ રીતે પર્જન્ય યજ્ઞ કરાતો હોય છે. જેમાં પાણી ભરેલા વાસણમાં બેસીને યજ્ઞમાં આહુતિ અપાય છે. બાબરાના આ પર્જન્ય યજ્ઞથી વરૂણદેવ પણ જાણે તરત રીઝ્યા હતા અને યજ્ઞ પર મેઘાભિષેક કર્યો હતો.

૧૧ ભૂદેવો થકી કરાયેલા આ પર્જન્ય યજ્ઞમાં વરૂણદેવના આશિષ વરસે તે કામના તો હોય છે પણ સાથે સર્વ સૂખિન સંતુ રૂપી વૈશ્વિક કલ્યાણની ભાવના પણ આમાં સમાયેલી છે.

Related posts

ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરી પોલીસ ગોઠવાઈ, સુરક્ષામાં કરાયો વધારો

Bansari

ગુજરાતમાં ભાજપ માટે આવી ખુશખબર, આ મંત્રીએ 3 બેઠકો 16એ પહોંચાડી પંચાયત કબજે કરી લીધી

Mayur

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!