હવે ટૂક સમયમાં આ રાજ્યનાં લોકોને સિગરેટ પીવા માટે 100 વર્ષ જીવવું પડશે, કાયદો જ કંઈક એવું કહે છે

અત્યારે સિગરેટ ખરીદવાની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ છે. 2020માં 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો સિગરેટ નહી ખરીદી શકે. ત્યારબાદ 2021માં 40, 2022માં 50, 2023માં 60 અને 2024માં સિગરેટ ખરીદવાની ઓછામાં ઓછી ઉંમર 100 વર્ષ કરી દેવામાં આવશે. એટલે કે અહીં સિગરેટ પીવી છે તો, પહેલા 100 વર્ષ જીવવું પડશે.

અમેરિકાના હવાઈ રાજ્યમાં ગૃહમાં એક કાયદા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જેમાં 2024 સુધી 100 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ વ્યક્તિને સિગરેટ વેચવા પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે. એટલે કે, અગામી પાંચ વર્ષમાં સિગરેટના વેચાણ પર પૂરી રીતે પાબંધી લગાવી દેવામાં આવશે. જોકે, આ પ્રતિબંધ સિગાર, પાઈપ તંબાકુ, ચબાવવામાં આવતી તંબાકુ (ગુટખા) અથવા ઈ-સિગરેટ પર લાગુ નહી થાય. કાયદાના પ્રસ્તાવ અનુસાર, અગામી પાંચ વર્ષ દરમ્યાન સિગરેટ ખરીદનારા લોકોની ઓછામાં ઓછી ઉંમર સળંગ વધારવામાં આવશે.

રિપબ્લિકન પાર્ટીના નેતા સિંથિયા થિએલેને ગૃહમાં આ બીલ લાવ્યાં છે. તેમનું કહેવું છે કે, નવી નીતિથી આપણે હવાઈ રાજ્યને 2024 સુધીમાં પૂરી રીતે સિગરેટ મુક્ત કરી દઈશું. હવાઈ રાજ્યની કુલ જનસંખ્યા 14 લાખની આસપાસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, લગભગ આટલા લોકો દર વર્ષે ભારતમાં સિગરેટ પીવાથી મરી જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સિગરેટ પીતા લોકોની સંખ્યા 10 કરોડથી વધારે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter