GSTV
Home » News » રાજ્યના આ તમામ જિલ્લામાં વાતાવરણ ફેરવાયું, ઉનાળો એક તરફ વાદળો ઘેરાયા

રાજ્યના આ તમામ જિલ્લામાં વાતાવરણ ફેરવાયું, ઉનાળો એક તરફ વાદળો ઘેરાયા

જામ ખંભાળિયામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો. સવારથી જ વાદળછાયું હવામાન રહ્યું. જેથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો માવઠું થશે તો પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. જેતપુર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વીરપુર પંથકમાં કમોસમી વરસાદના છાટાં પડ્યા છે.

વાદળછાયા વાતાવરણને કારણે જીરૂ અને ધાણાના પાકને નુકસાનની દહેશત વ્યકત કરાઇ રહી છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં હવામાનમાં પલટો આવ્યો. સમગ્ર પંથકમાં વાદળછાયું હવામાન રહ્યું. તો સાધારણ વરસાદ પણ થયો. ત્યારે ઘઉં અને જીરૂંનું વાવેતર કરતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અમરેલી જિલ્લાના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો. અચાનક વાદળછાયું હવામાન થતાં વરસાદ જેવો માહોલ સર્જાયો હતો.

ત્યારે બપોરે શરૂ થઈ રહેલી ગરમીમાં હવામાન પલટાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. આણંદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. મિશ્ર ઋતુની વચ્ચે ખેડૂતોને માવઠુ થવાનો ડર સતાવી રહ્યો છે. જો કમોસમી વરસાદ થાય તો લણણીના આરે ઉભેલા રવિ પાકોને નુકશાન થાય તેવી સ્થિતી છે.

Related posts

જુસબ અલારખાને ઝડપી પાડનારી ચાર મહિલા પોલીસ ઓફિસરનું સન્માન કરાયું

Mayur

અમદાવાદીઓની પરેશાની : વરસાદ પડે છે પણ મન મુકીને વરસતો નથી

Mayur

બાલાકોટમાં એર સ્ટાઇક કરનાર પાયલટે કહ્યું, માત્ર 90 સેકન્ડનો જ હતો ખેલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!