GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અલીગઢમાં માસુમ બાળકીની હત્યાના કેસમાં પોલીસે ચારેય આરોપીની કરી ધરપકડ, થયો ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં માસુમ બાળકની હત્યા મામલે પોલીસે આરોપી મહેંદી સહિત ચારેય આરોપીની ધરપકડ કરી છે. એસઆઈટીએ આ મામલે કરેલી તપાસમાં અનેક ચોકાવનારી વિગત સામે આવી છે. જાહિદ અને અસલમે બાળકીનું ગળુ દબાવીને હત્યા કરી. અસલમ આ પહેલા પણ આ પ્રકારની હત્યા જેવી ઘટનાને અંજામ આપી ચુક્યો છે.

એસઆઈટીની ટીમે જણાવ્યુ કે, બાળકીના પરિવાર સાથે બદલો લેવા માટે જાહિદ અને અસલમે બાળકની હત્યા કરી અને મહેંદી અને તેની પત્નીએ બાળકીની હત્યા માટે મદદ કરી. આ કેસની તપાસ માટે છ સભ્યની એસઆઈટીની રચના કરવામાં આવી છે. ત્યારે બાળકીની હત્યા મામલે અલીગઢ બાર એસોસિએશને આરોપીઓનો કેસ ન લડવાની  પણ જાહેરાત કરી છે અને આરોપીઓને ફાંસીની સજા કરવાની માગ કરી છે.

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ફક્ત અઢી વર્ષની માસૂમ બાળકીની નિર્મમ હત્યારથી દેશ હચમચી ગયો છે. સામાન્ય લોકોથી ફિલ્મી સ્ટાર્સે આ હેવાનિયત પર રોષ વ્યક્ત કર્યો છે. હકીકતમાં અલીગઢના ટપ્પલ થાના ક્ષેત્રના બૂઢા ગામમાં 31મેના રોજ એક બાળકી ગુમ થઇ હતી. બાળકીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુમ થયાના પાંચ દિવસ બાદ લોકોને કચરામાં કૂતરાના ઝૂંડને એક શબને ખાતા જોયું જેમાંથી દુર્ગંધ પણ આવી રહી હતી. જ્યારે લોકો નજીક ગયાં તો જાણ થઇ કે આ તે જ માસૂમનું શબ છે જે 31મેના રોજ ગુમ થઇ હતી. પહેલાં આશંકા વ્યક્ત કરનામાં આવી રહી હતી કે બાળકી સાથે હેવાનોએ દુષ્કર્મ આચર્યુ અને પછી તેની હત્યા કરી નાંખી. પરંતુ પોલીસે રેપની વાત નકારી કાઢી છે.

જે હાલતમાં બાળકીનું શબ મળ્યું છે કે તેને જોઇને કોઇ પણ હચમચી જાય. બાળકીના આંખો બહાર નીકળી ગઇ હતી અને હાથ શરીરથી અલગ થઇ ગયો હતો. માસૂમની ભાળ મેળવવામાં થયેલા વિલંબના કારણે તેના પરિવારજનોએ અન્ય લોકો સાથે મળીને સ્થાનિક પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યુ.

બાળકી સાથએ પેર થયાની આશંકાને લઇને અલીગઢના એસપી આકાશ કુલ્હારીએ જણાવ્યું કે બાળકીનું મોત ગળુ દબાવીને થયું છે તેની સાથે રેપ નથી થયો. પોલીસના દાવા અનુસાર આ વાતનો ખુલાસો પોસ્ટમોર્ટમ દ્વારા થયો છે.

પોલીસે બાળકીની હત્યાનું કારણ અંગત અદાવત ગણાવ્યું છે અને આ મામલે હવે ચારેય લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર આ હત્યાને ફક્ત 5 હજાર રૂપિયાના ઝગડાના કારણે અંજામ આપવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 40 હજાર રૂપિયાના દેવામાં પિડિત પરિવારે 35 હજાર રૂપિયા પરત આપી દીધાં હતાં અને 5 હજાર રૂપિયાને લઇને વિવાદ ચાલી રહ્યો હતો.

હવે અલી ગઢથી લઇને દેશભરમાં સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઇને રોષ વ્યક્ત કરી રહ્યા છે અને હત્યારાને ટૂંક સમયમાં સખત સજા અપાવવાની માંગ કરી રહ્યાં છે.

Read Also

Related posts

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં વિઘ્ન નાખવા ચીન રશિયા ઈરાન ઘડી રહ્યા છે કાવતરા

pratik shah

રાજ્ય સરકારના મંત્રી કૌશિક પટેલના ભાઈએ કરી આત્મહત્યા, મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો

pratik shah

અમદાવાદમાં સર્જાયેલા અગ્નિકાંડ અંગે ઉઠ્યા સવાલો, કોંગ્રેસના ધારાસભ્યે સત્તાધારી પક્ષ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!