GSTV
Home » News » અમદાવાદમાં ટ્રમ્પ 28 રાજ્યોના કલાકારોની વેશભૂષા નિહાળશે

અમદાવાદમાં ટ્રમ્પ 28 રાજ્યોના કલાકારોની વેશભૂષા નિહાળશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે. આ દરમ્યાન 28 જેટલા રાજ્યોના કલાકારો તેમની પરંપરાગત વેશભૂષામાં તેમની કળાનું પ્રદર્શન કરશે. આ માટે 28થી વધુ સ્ટેજ બંધાનાર છે.

આ ઉપરાંત ચીમનભાઈ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો રેલના ગ્રીનપેચમાં રંગબેરંગી ફૂલછોડ સહિતના રોપાઓ રૂા. 1.79 કરોડના ખર્ચે રોપવાનું નક્કી થયું છે.

આ અંગેના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. ઉપરાંત ચીમનભાઈ બ્રિજથી ઝુંડાલ સર્કલ બીઆરટીએસ રૂટની બન્ને તરફ ગ્રીન સ્પેસ અને લીલોતરી ભરી દેવા માટેનું રૂા.2.04 કરોડનું ટેન્ડર પણ મંજૂર કરાયું છે.

સ્ટેન્ડિંગમાં પસાર થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, મહાનુભાવોના આગમન પ્રસંગે રોડ-રસ્તા અને જંક્શનોનું રિપેરીંગ, થિમ બેઇઝ લાઇટીંગ, પાર્કિંગની સુવિધા માટે 30 જેટલા પ્લોટોમાં વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ અને ફાયર બ્રિગેડની ટીમો તૈયા રાખવી, લોકોને લાવવા- લઈ જવાની વ્યવસ્થા ગોઠવવી તે માટે જરૂરી ખર્ચ વિના ટેન્ડરે કોટેશન મંગાવ્યા સિવાય બજાર ભાવે જ કરાવી લેવા નિર્ણય લેવાશે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!