GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં ગરમીનો પારો 44ને પાર, મ્યુનિસિપલ કોર્પોરેશન આપી આ કડક સૂચના

Last Updated on June 9, 2019 by Mansi Patel

અમદાવાદ જ્યાં તાપમાનનો પારો દિવસેને દિવસે ઉંચો ચઢી રહ્યો છે. આજે અમદાવાદનું તાપમાન 44.1 ડીગ્રીને સ્પર્શી ગયું છે. ત્યારે હજુ પણ ગરમી વધશે તેવી આગાહી કરાઇ રહી છે. જેને પગલે અમદાવાદ શહેર માટે કોર્પોરેશન તંત્રએ આવતીકાલ માટે રેડ એલર્ટ જારી કર્યુ છે. જેના પગલે કંસ્ટ્રકશન સાઇટ પર કામદારો માટે વિશેષ સૂચના અપાઇ છે. જેમાં બપોરે 12થી 4 કામગીરી બંધ રાખવાની સાથે કામદારો માટે છાશ અને પાણીની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે.

તંત્રએ આ માટે એક જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ તૈયાર કરી છે જે શહેરની ગમે તે સાઇટ પર જઇને તપાસ કરશે જો સૂચના મુજબ વ્યવસ્થા નહીં કરાઇ હોય તો દંડનીય કાર્યવાહી પણ કરવાની તંત્રએ તૈયારી કરી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ પ્લાન એક્શન અંતર્ગત જરૂરી સૂચના બહાર પાડવામાં આવી છે. જેમાં કોર્પોરેશનનાં સફાઇ કર્મીઓ બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાંજે 5 વાગે કામ કરશે.

આ ઉપરાંત બગીચામાં છાશનું વિતરણ, બીઆરટીએસ બસ સ્ટોપ અને એમટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરાશે. આ ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલું રાખવા અને હોસ્પિટલમાં બપોરે 2થી 4 છાસ વિતરણ કરવા માટે સૂચના અપાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!