GSTV

અમદાવાદમાં જ લોકોને મળશે તાજી હવા, ભવિષ્યમાં આ વિસ્તારમાં તૈયાર થશે મીની જંગલ

સામાન્ય રીતે લોકો ચોખ્ખી હવા ખાવા માટે શહેરથી દુર જાય છે.જંગલ વિસ્તાર પસંદ કરી શુદ્ધ હવા અને શાંતિ મેળવે છે.પરંતુ હવે અમદાવાદમાં જ લોકોને તાજી હવા મળી રહે તો.નજીકના ભવિષ્યમાં મીની જંગલ તૈયાર થઇ રહ્યું છે અને લોકોને તેનો લાભ મળશે.જ્યાં લોકો નહીં માત્ર શુદ્ધ હવા પરંતુ કુદરતના ખોળે હોવાનો અહેસાસ પણ કરાવશે. આ જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે સિમ્ફની કંપની દ્વારા

અમદાવાદ શહેર હવે કોન્ક્રીટનું જંગલ બનતું જઈ રહ્યું છે..આવામાં સિમ્ફની કંપની દ્વારા એવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.જેનાથી ઓક્સિઝન વધારે મળે અને લોકોને ગાર્ડનમાં પ્રવેશતા જ એવો અહેસાસ થાય કે તે જંગલમાં ફરી રહ્યા છે. બોડકદેવ વિસ્તારમાં સિમ્ફની કંપની આવેલી છે જેની સામે સરકારી પડતર જગ્યા પર સરકાર ગાર્ડન બનાવવાનો પ્લાન પેપર પર હતો પરંતુ હવે એ જગ્યા પર સિમ્ફની કંપની દ્વારા ફોરેસ્ટ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.

આ ફોરેસ્ટ પાર્કની જો વાત કરવામાં આવે તો ૧૧ હજાર સ્કેવર મીટરમાં તૈયાર થઇ રહ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના ૨૫૦ છોડ ઉગાડવામાં આવી રહ્યા છે તો આ પાર્કમાં કુલ ૨૦ હજાર વૃક્ષ અને છોડ ઉગાડવામાં આવશે. ૪.૭૭ લાખ લીટરની કેપેસીટીવાળું તળાવ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ શુદ્ધ પાણી રાખી તેમાં કાચબા અને માછલીઓ પણ રાખવામાં આવશે. સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે ૧૫ કચરા ટોપલી રાખવામાં આવી છે તો આ સિવાય ૮૦ જેટલી લાઈટ લગાવવામાં આવી છે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સીસીટીવી અને સિક્યુરીટી ગાર્ડ પણ સજ્જ કરાશે. આ ગાર્ડનમાં જંગલનો અહેસાસ થાય તે માટે ઇડરથી ૨૫ જેટલા મોટી સાઈઝની શિલાઓ પણ ગોઠવાઇ છે.

કોન્ક્રીટના જંગલ વચ્ચે અને સૌથી વ્યસ્ત એસજી હાઈવે જેમાં સતત વાહનની અવર જવર રહેતી હોય છેજેથી પ્રદુષણની માત્રા વધારે છે જેને લક્ષમાં રાખીને ઓક્સીઝ્ન સેન્ટર કહી શકાય એવા ફોરેસ્ટ પાર્ક નિર્માણ પામવા જઈ રહ્યો છે લગભગ ૫ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ફોરેસ્ટ પાર્ક આગામી સમયમાં સંપૂર્ણ તૈયાર થઇ જશે અને લોકો માટે જેમ અન્ય બાગ બગીચામાં મફત પ્રવેશ હોય છે એમ આ પાર્કમાં પણ સિમ્ફની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મહત્વની વાત એ છે કે અન્ય કોર્પોરેટ હાઉસોએ પણ દાખલારૂપ રીતે આવા પાર્ક બનાવવા જોઈએ જેથી પર્યાવરણ બચાવવા પ્રયાસ કરવો જોઈએ.

READ ALSO

Related posts

મારાડોનાને વિદાય આપવા આવેલા હજારો ફેન્સ સાથે પોલીસની ઝપાઝપી, દિકરીઓએ આપી અંતિમ વિદાય

Karan

રોહિત શર્મા અંગે આખરે કોહલીએ મૌન તોડ્યું, શા માટે ટીમ સાથે આવ્યો નહીં તેનો આપ્યો જવાબ

Karan

અગ્નિકાંડમાં પાંચના કરૂણ મોતને લઇને વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જતાવ્યું દુ:ખ, તમામ જરૂરી મદદ કરવા તંત્રને કરી તાકીદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!