GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ / રસ્તે રખડતા ઢોર કે ઓફિસોમાં બેઠેલા ઢોર? માતાએ લાડકવાયો, બે દિકરીઓએ પિતા, પત્નીએ પતિ અને બહેને ભાઈ ગુમાવ્યો

અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરનો ભોગ વધુ એક યુવક બન્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો હતો. જેથી માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો.

સારવાર દરમિયાન ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે હવે આ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. શહેરમાં રખડતા ઢોર સામે મહાપાલિકા લાચાર હોવાનું પણ સામે આવ્યું છે. હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC ઘોર નિંદ્રામાં છે. રસ્તે રખડતાં પશુઓને પાંજરે પૂરવાની કામગીરી ફક્ત કાગળ પર છે. ત્યારે AMCની કથની અને કરનીની ફરી એકવાર પોલ ખુલી છે.

AMCની બેદરકારીના કારણે જીવ ગુમાવનાર યુવકના પરિવારે AMCના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. રસ્તે રખડતાં ઢોરને પાંજરે પુરવાની જવાબદારીમાં AMCની બેદરકારી સામે આવી છે.

AMCની બેદરકારીના કારણે ભાવિનના પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. ભાવિનને બે નાની દીકરી પણ છે. તેમના પત્ની કઈ બોલી શકવાની સ્થિતિમાં પણ નથી. ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ કરી ત્વરિત એક્શન લેવાય તેવી પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે.

સરકારની મતબેંકની લ્હાયમાં એક માતાએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો

મહિલાની આંખમાંથી આંસુઓ સૂકાતા નથી, કેમ મનને સમજાવું કે એનો પતિ સાજો નરવો ઘરેથી નીકળ્યો હતો અને હવે તે દુનિયામાં રહ્યો નથી, રખડતા ઢોરનો વધુ એક યુવક ભોગ બન્યો છે. માતેલા સાંઢની માફક ડિવાઈડર કૂદીને આવેલી ગાયે સીધી બાઈકને ટક્કર મારી, એક પળની પણ રાહ જોયા વિના યુવકને હોસ્પિટલે ખસેડાયો હતો પણ હવે તે જિંદગી સામે જંગ હારી ગયો છે. સરકાર રાજકારણમાં છૂટછાટો આપી રહી છે પણ કોઈકના લાડકવાયા તેનો ભોગ બની રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે હવે તો આંખો ખોલો.

ડિવાઈડર કૂદીને આવી ગાય અને એક નિર્દોષ બાઈકચાલક ભોગ બન્યો

શહેરીજનોની બુમરાણ અને હાઈકોર્ટની લપડાક છતાં ગુજરાતની ભાજપ સરકાર મતબેંકની લ્હાયમાં એવી આંધળી બની રહી છે કે શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને નજર અંદાજ કરી રહી છે. કોર્ટે ઢોરના ત્રાસથી કોઈ નિર્દોષ દંડાશે તો કાર્યવાહી કરવાની ચીમકી આપી છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી કારણ કે સરકાર ખોળો પાથરીને બેસી છે. રોડ રસ્તા પર નીકળો તો રખડતા પશુઓના અડિંગા હોય છે પણ વિકાસની વાતો કરતી સરકાર અને તંત્રને અમદાવાદ ઢોરબાદ બન્યું છે એ દેખાતું નથી કારણ કે હાલમાં મતબેંકના ચશ્મા પહેરેલા છે.

મારો ભાઈ જતો રહ્યો….. એની 2 દીકરીઓ છે એને કોણ સાચવશે… જોઈ લો રખડતા ઢોરને કારણે બહેનને ભાઈ છિનવાયો

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે એક પરિવારના મોભીનું મોત થઈ ગયું છે. પરિવારની આંખમાંથી આંસુ સૂકાઈ રહ્યાં નથી, એવી અપેક્ષા નહોતી કે ઘરેથી નીકળ્યા બાદ ફરી જોવા જ નહીં મળે, આ બહેનની વેદના સાંભળશો તો તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે, સરકાર નફ્ફટ બનીને મતની લ્હાયમાં છૂટછાટો આપી રહી છે અને નિર્દોષ વાહનચાલકો ભોગ બની રહ્યાં છે.

READ ALSO

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV