અમદાવાદમાં કોરોનાના કેસોમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી હોસ્પિટલોમાં બેડની અછત થઈ રહી છે. જેથી કરીને અમદાવાદના દર્દીઓઓને બહાર ગામ મોકવાનો વારો આવી રહ્યો છે. એવામાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે. શહેરને હવે વધુ નવા 400 થી વધુ કોવિડ બેડ મળશે. નવી કિડની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવશે. મંજુ શ્રી મિલ ખાતે બનાવવામાં આવી છે ન્યુ કિડની હોસ્પિટલ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લોકોને હોસ્પિટલ સમર્પિત કરશે. બીજી તરફ 20 હજાર લિટર ઓક્સિજનની ટાંકી પણ શરૂ કરવામાં આવશે. જેથી શહેરમાં ઓક્સિજનની કમી પણ નહી રહે.અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો
અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગાંઓની સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર, આઈ.એ.એસ. તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હાજર રહ્યા હતા. હાલમા અમદાવાદ શહેરમાં કુલ 299 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણાને અંતે ૦4 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 08 વિસ્તારમાં કેસો સામે આવતા તેને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.

READ ALSO
- ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન, થઇ શકે છે જીવલેણ બીમારી
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ