અમદાવાદ ખાનપુરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, શંકર ચૌધરી પણ રહ્યા હાજર

લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે કવાયત શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો રાજ્યભરની તમામ લોકસભા સીટ પર ત્રણ દિવસ સુધી ઉમેદવારોની સેન્સ લેશે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં ભાજપના નિરીક્ષકોએ બેઠક યોજી છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે સેન્સ પ્રક્રિયા પહેલા તેમણે અમદાવાદ શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠક પર હાલમાં પરેશ રાવલ સાંસદ છે. જ્યારે કે અમદાવાદ પશ્ચિમમાં ડૉ. કિરીટ સોલંકી અને ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter