અમદાવાદમાં ડિસ્કો રસ્તાથી લોકો પરેશાન થઈ ગયા છે. કોર્પોરેશને રસ્તા રિપેરિંગ કરવાને બદલે થીગડાં મારવાની કામગીરી શરૂ કરી છે પરંતુ લોકોને તેનાથી સંતોષ નથી. માનીતા કોન્ટ્રાક્ટરને કામ આપીને ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદમાં મોટાભાગના રસ્તાઓ તૂટેલા છે. એઇસી બ્રીજની નીચે પણ ખાડા પુરવાના નામે થીંગડા મારવામાં આવ્યા છે. લોકોને લાગે કે ખાડા પુરાઇ ગયા તે માટે થોડી ઘણી કામગીરી કરી દેવામા આવી પરંતુ આ કામગીરીથી લોકોને સંતોષ નથી. કોર્પોરેશન દ્વારા મરામતને નામે થીંગડા મારવાની કામગીરી કરીને ફરી નાંણાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. રોડને લઇને કોર્પોરેશનમા ચાલતો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે તે એક પ્રશ્ન છે. રીપેરીંગના નામે મરાતાં આ થીગડાં પણ સાધારણ વરસાદમાં કે વાહનોની અવરજવરમાં થોડા સમયમાં તૂટી જશે. અને ફરી મરામતના પૈસા પાણીમાં જશે.
READ ALSO

- દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની યાદી પડી બહાર, ભારતનો આજે પણ છે દબદબો : પાકિસ્તાન છે આ નંબરે
- વડોદરામાં યુવક કોંગ્રેસ દ્વારા હુંકાર રેલીનું આયોજન, ભાજપ સરકારની નિષ્ફળતા પર કર્યા આકરા પ્રહારો
- આત્મઘાતી હુમલાથી ઇરાકની રાજધાની બગદાદ હલબલી ઉઠ્યું, 32ના મોત અને 110 ઘાયલ
- તણખા ઝર્યા/ અમેરિકાની નવી સરકારે ચીનને ગણાવ્યો સૌથી મોટો ખતરો, ચીનની આવી આ પ્રતિક્રિયા
- અમદાવાદ સિવિલમાં સફાઈ કરતા કર્મીને અપાઈ પ્રથમ રસી, કોઈ આડઅસર નથી દેખાતી