GSTV
Home » News » અમદાવાદમાં એક બંગલો ત્રણ વખત અલગ અલગ વ્યક્તિને વેંચ્યો !

અમદાવાદમાં એક બંગલો ત્રણ વખત અલગ અલગ વ્યક્તિને વેંચ્યો !

હિપોલીન કંપનીના ડાયરેકટર વિવેક શાહ અને તેમના પિતા સુભાષ શાહ અને માતા દક્ષાબહેન શાહ સામે છેતરપિંડની ફરિયાદ દાખલ થઇ છે. આ ત્રણેય પર નિશાન-2 સોસાયટીમાં આવેલો ૧૯ નંબરનો બંગલો ત્રણ વાર અલગ અલગ વ્યક્તિને વેચીને ઠગાઇ કર્યાની ફરિયાદ દાખલ કરાઇ છે. આ ત્રણેય જણાએ રાહુલ સોનીને આ બંગલો વેચ્યો હતો. રાહુલે રૂ.60 લાખ ચુકવ્યા હતા. પરંતુ વિવેકભાઇએ આ જ મકાન અન્ય સહાર દેસાઇ તથા રાજેશ ઠક્કરને ખોટા દસ્તાવેજ અને બાનાખત કરી આપી બેંક લોન મેળવી હતી. આ અંગે રાહુલે પૈસા પરત આપવા જણાવતા વિવેકભાઇએ અને તેમના માતા-પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં હિપોલીનના ડાયરેક્ટર વિવેક શાહ અને તેમના માતા પીતા સામે ફરિયાદ દાખલ કરાઇ છે.

 જોધપુર ગામમાં રહેતા અને ધીરધારનો વ્યવસાય કરતા રાહુલ સોની સાથે આ બંગલાનો સોદો રૂ.2 કરોડ 40 લાખમાં થયો હતો. જે પેટે રૂ. 60 લાખ રાહુલભાઇએ ચુકવ્યા હતા. જેની અવેજીમાં વિવેકભાઇએ રજીસ્ટર બાનાખત, શેર સર્ટી, એલોટમેન્ટ લેટર, પજેશન લેટર તથા કબજા કરારના દસ્તાવેજ કરી આપ્યા હતા. જો કે આ દસ્તાવેજોની ખરાઇ કરતા તમામ દસ્તાવેજ ખોટા હોવાનું રાહુલભાઇને જાણ થઇ હતા. તેમણે વધુ તપાસ કરતા આ મકાન ખોટા દસ્તાવેજ કરીને અગાઉ અન્ય લોકોને વેચાણ તેમજ લોન મેળવી હતી.

રાહુલભાઇ આ બાબતે વિવેકભાઇના ઘરે જઇને દસ્તાવેજ કરી આપવાનું કહેતા વિવેકભાઇ, સુભાષભાઇ અને દક્ષાબહેને તેમને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક જ બંગલો ત્રણ લોકોને પધરાવીને છેતરપિંડી આચરનાર હિપોલીન કંપનીના ડાયરેક્ટર વિવેક શાહ અને માતા-પિતા સહિત ત્રણ લોકો વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરુ રચવાની કલમ હેઠળ આંનદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

Related posts

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

Kaushik Bavishi

Facebook પર પોતાની એવી તસ્વીર પોસ્ટ કરી કે આ લેડી ડોક્ટરનું લાયસન્સ રદ્દ થઈ ગયું

Arohi

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!