GSTV

અમદાવાદમાં 49 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 64 વૃક્ષો જમીનદોસ્ત, 40 રસ્તા બંધ

Last Updated on October 1, 2019 by Mayur

સોમવારે સાંજે અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો હતો. વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટા વચ્ચે ગઈકાલે સાંજે ભારે પવન ફુકાયો હતો. કલાકના 23 કિલોમીટરથી માંડી 49 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં શહેરના વિવિધ વિસ્તારમાં 64 વૃક્ષો પડી ગયા હતા અને 40 રસ્તા બંધ થઈ ગયા હતા.

શાહીબાગ અંડરબ્રિજ પાસે રેલવે કોલોનીમાં એક તોતિંગ ઝાડ તૂટી પડતાં રેલવેના એક કર્મચારીને માથામાં ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તીવ્ર પવનને લીધે અમદાવાદ એરપોર્ટનો રન-વે બંધ કરવો પડ્યો હતો અને સાંજે 7 પછીની બધી ફ્લાઈટો મોડી પડી હતી. આસ્ટોડિયામાં પથ્થરવાળી મસ્જિદ પાસે રિક્ષા પર હોર્ડિંગ્સ પડ્યું હતું.

ગોદરેજ ગાર્ડન સિટી અને નવરંગપુરામાં કાર પર ઝાડ પડ્યા હતા. ગોદરેજ ગાર્ડન સિટી પાસે કાર પર ઝાડ પડ્યું ત્યારે એક યુવતી કારમાં હતી. જો કે, તેને બચાવી લેવામાં આવી હતી. નવરંગપુરામાં ડેપ્યુટી કમિશનરના બંગલાની કમ્પાઉન્ડ વોલ જ્યારે જગન્નાથ મંદિર બહાર પોલીસ ચોકીનો મેઈન ગેટ ઝાડ પડતાં તૂટી ગયા હતા.

મહાપાલિકા દ્વારા સમયસર વૃક્ષોના ટ્રીમિંગ ન કરવાથી વૃક્ષો પડવાનો સિલસિલો યથાવત જોવા મલ્યો.રાજપથ ક્લબ પાસે રસ્તાની બંન તરફના વૃક્ષો પડી ગયા જેથી અડધા રસ્તાઓ બંધ થયા.

આજે સૂર્યદેવતાના થયા દર્શન

અમદાવાદમાં ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ અને વરસાદ બાદ આજે આકાશમાંથી વાદળો દુર થયેલા જોવા મળ્યા છે. અને સૂર્યનારાયણના દર્શન થયા છે. જેથી ખેલૈયાઓમાં ગરબાને લઈને મોટી આશા જાગી છે. બે દિવસથી વરસાદ અને વાવાઝોડા સાથે પવનના કારણે કેટલાય સ્થળે ગરબા રદ કરાયા. જોકે આજની સ્થિતિ જોતા હવે ગરબામાં વરસાદ વિઘ્ન નહી બને તેમ લાગે છે.

READ ALSO

Related posts

નવા પેટ્રોલિયમ પ્રધાને અંબાજીમાં દીકરાના નામે કર્યું આટલા લાખના સોનાનું દાન, CMના એક બાદ એક પ્રધાનો સંભાળી રહ્યાં છે ચાર્જ

Dhruv Brahmbhatt

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Pravin Makwana

BIG NEWS: ઈન્કમ ટેક્સ વિભાગનો દાવો, સોનુ સુદ 20 કરોડથી વધારેની ટેક્સચોરીમાં શામેલ, 20 ઠેકાણા ફંફોળી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!