GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યના આ સ્માર્ટ સીટીમાં ડેન્ગ્યુનો આંક પહોંચ્યો 4 હજારને પાર, નવ લોકોના મોત

અમદાવાદમા હજી પણ ડેન્ગ્યુનો કહેર ઓછો થયો નથી. નવેમ્બર માસમા ડેનગ્યુના 793 કેસ નોધાયા છે. તો ચાલુ વર્ષનો આંકડો 4195 પર પહોચ્યો છે. આ સાથે ચાલુ વર્ષમા ડેન્ગ્યુથી નવ લોકોના મોત થયા છે. તો એક મોત ઝેરી મેલેરીયામા થયુ છે. આરોગ્ય ખાતાની બેદરકારીને કારણે ડેન્ગ્યુ સ્માર્ટ સીટીમા ઘર કરી ગયો છે.

  • ચોમાસુ ગયુ છતા રોગચાળો અકબંધ
  • આરોગ્યખાતાની બેદરકારી
  • શહેરીજનો ડેન્ગ્યુના ભરડામા
  • ચાલુ વર્ષે એક વર્ષથી નીચેના 169 બાળકો બન્યા ડેનગ્યુનો શિકાર

ચામાસુ પુર્ણ થઇ ગયુ હોવા છતા અમદાવાદમા રોગચાળો ઘટ્યો નથી. ડેન્ગ્યુના કેસો મોટા પાયે જોવા મળે છે. ડેન્ગ્યુની સાથે મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ જોવા મળે છે. કોર્પોરેશનના આરોગ્ય ખાતાનુ કહેવુ હતુ કે ચોમાસા બાદ રોગચાળો કાબુમા આવી જશે. જોકે આ બાબત કાગળ પર સાબિત થઇ છે. તંત્ર રોગચાળા પર કાબુ મેળવી શક્યુ નથી. ડેન્ગ્યુના કેસની વાત કરીએ તો ચાલુ વર્ષે 4195 કેસ નોધાયા છે. જેમા એક વર્ષ કરતા નીચેના 169 બાળકો ડેન્ગ્યુનો શીકાર બન્યા છે જે ગંભીર બાબત છે. 15 વર્ષથી ઉપરના 2440 લોકો છે. બાકીના બધા 1થી 14 વર્ષના છે.ઉંમર પ્રમાણે ડેનગ્યુના દર્દીઓની વાત કરીએ તો.

વયસરકારી હોસ્પિટલના દર્દીખાનગી હોસ્પિટલના દર્દીકુલ
1 વર્ષથી નીચે14227169
1થી4252107359
5 થી 8376145521
9 થી 14478228706
15 વર્ષથી વધુ14759652440

પાણીજન્ય અને મછ્છર જન્ય રોગચાળો વકરી રહ્યો છે. નક્કર આયોજન કરવાને બદલે પત્રિકા વિતરણ-ફોગીગ જેવી કામગીરી કરવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે. નવેમ્બર મહિનાના રોગચાળાના આંકડકા પર નજર કરીએ તો.

મલેરિયા215
ઝેરી મલેરીયા38
ડેન્ગ્યુ793
ચીકનગુનિયા31
ઝાડા ઉલટી468
કમળો171
ટાઇફોઇડ354
કોલેરા1

આ અંગે આરોગ્યખાતુ પોતાનુ ગાણુ ગાઇ રહ્યુ છે. કામગીરી કરવામા આવે છે અને રોગચાળો કાબુમા આવશે તેવી વાત કરી આશ્વાસન આપી રહ્યુ છે. દર વર્ષે લાખો રુપિયા હેલ્થ ખાતા પાછળ ખર્ચ કરવામા આવે છે. અધિકારીઓ દ્વારા રોગચાળાને લઇ મીટીંગ કરવામા આવે છે. પરંતુ કોઇ પરિણામ આવતુ નથી લાગે છે કે રોગચાળો અમદવાદમા બારમાસી થઇ ગયો છે.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: આજે સાંજ સુધીમાં અધિક મુખ્ય સચિવને તપાસ એજન્સીઓ રિપોર્ટ સોંપશે

Bansari

આખો દિવસ બસ ઉંઘ જ આવ્યા કરે છે? તમને ક્યાંક આ બિમારી તો નથી થઈ ગઈને?

Arohi

વાઘની સુરક્ષાને લઈને ઉદ્ધવ ઠાકરે સરકાનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!