GSTV

હવામાંથી થયો રૂપિયાનો વરસાદ, પણ કહાણીમાં છે ટ્વીસ્ટ… ટુકડા ટુકડા થઈ ગઈ હતી 500-2000ની નોટો

આગરામાં ખેડૂત દંપતીએ ચોરોના ડરથી 41 હજાર રૂપિયા ટંકમાં છુપાવીને રાખ્યા હતા પરંતુ તેમાં સાવધાનીમાં થોડી ચુક ભારે પડી ગઈ. તેમની આંખોની સામે ચલણી નોટો ટુકડા-ટુકડા થઈને હવામાં ઉડવા લાગી. જમાપૂંજીને બરબાદ થતા જોઈને દંપતીની આંખોમાં આંસુ આવી ગયા.

બરહન ક્ષેત્રના ગામ નગલા હરદાસીમાં ગુરુવારે 2000 અને 500 નોટના ટુકડા હવામાં ઉડવા લાગ્યા. તેમને જોઈને ગ્રામના લોકોના હોશ ઉડી ગયા. બાદમાં ખબર પડી કે આ રકમ ગામના ખેડૂત રાજકુમાર ઉર્ફે કાલાની છે. જે ચોરોના ડરથી ટંકમાં છુપાવીને રાખવામાં આવી હતી.

હકીકતે કાલા પોતાના તાઉ રમેશ ચંદ્ર વિરૂદ્ધ ખાલી પડેલા પ્લોટમાં રહીને પશુપાલન કરે છે. બુધવારે કાલા હાટમાં 41550 રૂપિયામાં પોતાની ભેંસ વેચીને આવ્યો હતો. ચોરોનો ડરના કારણે તેની પત્ની અનીતા સાથે બુધવાર સાંજે 41550 રૂપિયા ટંકમાં છુપાવીને મુક્યા હતા.

ટંકની સાથે ટુકડા ટુકડા થઈ રકમ

ગુરુવારે બપોરે રાજકુમાર ખેતરમાં ગયા. તેને ગયા બાદ ગામમાં થ્રેસર લઈને ગાંમમાં ટંક કુટનાર આવી ગયા. તેની પત્નીએ ધ્યાનન આપ્યું કે તેમણે સાંજે કરબમાં રૂપિયા મુક્યા હતા. તે તેજ ટંકની થ્રેસરથી કુટાઈ કરવા લાગ્યા.

જ્યારે કરબની કટાઈ કરવામાં આવી તો 2000 અને 500ની નોટ ટુકડા ટુકડા થઈને હવામાં ઉડી રહી હતી. ગામના લોકોએ જ્યારે ટુકડાઓ હવામાં ઉડતા જોયા તો તેમણે ટ્રેક્ટર બંધ કરાવી દીધું. ત્યાં સુધી બધા રૂપિયાના ટુકડે ટુકડા થઈ ગયા હતા. ત્યાં જ આટલી રકમ બરબાદ થતી જોઈને ખેડૂત દંપતીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!