GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

એમેઝોન જંગલને નુકસાન થતા કુદરતી ચક્ર ખોરવાયું, તીરકામઠા સંઘર્ષ કરવાની આદિવાસીઓની ચિમકી

જંગલોને ગેરકાયદેસર કાપવાની પ્રવૃત્તિ ઉપરાંત આધુનિકીકરણે પણ એમેઝોનના વર્ષા જંગલોને મોટું નુકસાન પહોંચાડયું છે. એમેઝોન અને તેની સહયોગી નદીઓ પર બાંધવામાં આવતા બંધોએ કુદરતી ચક્રને ખોરવી નાખ્યું છે. એટલું જ નહીં, જંગલોમાં હાઇવે બનાવવા માટે પણ સેંકડો વૃક્ષોનો સફાયો બોલાવવામાં આવ્યો છે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ એમેઝોનના જંગલોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે. તેઓ જંગલોના સફાયાને લઇને જરાય ચિંતિત નથી. બોલ્સોનારોએ ગયા વર્ષે ચૂંટણી પ્રચારમાં પણ એમેઝોનના જંગલો કાપીને ખેતીકામ અને ખાણકામ કરવાના વાયદા કર્યા હતાં. આગની ઘટનાઓ અંગે તેમણે બેફિકરાઇથી કહ્યું હતુ કે ખેતીવાડી માટે જંગલોની સફાઇ કરવાની ઋતુ છે એટલા માટે ખેડૂતો આગ લગાડીને જમીન તૈયાર કરી રહ્યાં છે. તેમણે જોરશોરથી કહ્યું હતું કે જંગલોની એક ઇંચ જમીન પણ આદિવાસી સમુદાયોને નહીં આપવામાં આવે. બોલ્સોનારો સત્તામાં આવ્યા બાદ એમેઝોનના જંગલો કાપવાના પ્રમાણમાં ઘણો વધારો થયો છે.

એમેઝોનના આદિવાસીઓએ ચેતવણી આપી છે કે જો જંગલો કાપવાની ગેરકાયદેસર કામગીરી ન અટકી તો તેઓ તીરકામઠાં લઇને સંઘર્ષ પર ઉતરી આવશે. પર્યાવરણવાદી સંસ્થાઓના જણાવ્યા અનુસાર એમેઝોનના જંગલોમાં વૃક્ષોનો સોથ બોલાવવામાં આવી રહ્યો છે. સંસ્થાઓ મુજબ જંગલોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિમાં ગયા વર્ષ કરતા 54 ટકાનો વધારો થયો છે.

સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર સેટેલાઇટ તસવીરોથી ખ્યાલ આવે છે કે એમેઝોન બેસિનમાં 9,507 આગના નવા મામલા જાણવા મળ્યાં છે. એજન્સીનું માનવું છે કે આગના આટલા બધાં બનાવો કુદરતી ન હોઇ શકે. એકલા જુલાઇ મહિનામાં જ 1345 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં જંગલો કાપી નાખવામાં આવ્યાં છે. આ વિસ્તાર દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતા શહેર ટોકિયો કરતા લગભગ બમણો છે.

જાણકારોના મતે આ વખતનો ઉનાળો સામાન્ય છે એટલે વધારે ગરમીના કારણે આગ લાગવાના બનાવો વધ્યા હોવાનું માની શકાય એમ નથી. ઉનાળામાં આગ વધારે ઝડપથી ફેલાય છે પરંતુ મોટે ભાગે તો આગ માનવી દ્વારા જ લગાડવામાં આવતી હોય છે, પછી તે જાણી જોઇને લગાડી હોય કે અકસ્માતવશ, બોલ્સોનારોએ થોડા દિવસ અગાઉ સ્પેસ એજન્સીના ડાયરેક્ટરને પણ સસ્પેન્ડ કરી દીધાં હતાં. તેમનો દાવો હતો કે સ્પેસ એજન્સી આગના બનાવો અંગે ખોટા આંકડા બહાર પાડે છે. હવે તેમનું કહેવું છે કે સામાજિક સંસ્થાઓ જ જંગલોમાં આગ લગાડીને તેમની વિરુદ્ધનો માહોલ ઊભો કરી રહી છે.

READ ALSO

Related posts

અલ્પેશ ઠાકોર બાદ ધવલસિંહ ઝાલાએ વેર્યા વટાણા, સરકારમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લખ્યો રૂપાણીને પત્ર

pratik shah

દહેજમાં એક કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5 કામદારોનાં મોત, 30થી વધુ લોકો ઘાયલ

pratik shah

મુંબઈ પહોંચતા જ કમજોર પડ્યું નિસર્ગ વાવાઝોડું, વરસાદ પડશે પણ મોટો ભય ટળ્યો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!