GSTV
Home » News » સપામાંથી બળવો કરી છૂટા પડેલા શિવપાલની રેલીમાં મૂલાયમ, કહ્યું મારો ભાઈ છે ભૂલતા નહીં

સપામાંથી બળવો કરી છૂટા પડેલા શિવપાલની રેલીમાં મૂલાયમ, કહ્યું મારો ભાઈ છે ભૂલતા નહીં

શિવપાલ સિંહ યાદવની નવી પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ની રેલીમાં સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને તેમના નાના પુત્રવધૂ અપર્ણા યાદવ પણ પહોંચ્યા હતા. રેલીમાં મુલાયમ સિંહ યાદવનું દર્દ છલક્યું. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે તમારા માટે હું કંઇ પણ નથી. શિવપાલ મારો ભાઇ છે. તેને મજબૂત કરજો. મુલાયમ સિંહે પોતાના સંબોધનમાં બેથી ત્રણ વખત સમાજવાદી પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ મુલાયમ સામે પણ હૂટિંગ કર્યું હતું.

સમાજવાદી પાર્ટીમાંથી બળવો કરીને પોતાનો નવો પક્ષ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી સ્થાપિત કરનારા શિવપાલ યાદવે લખનૌમાં જનાક્રોશ રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું. આ દરમિયાન શિવપાલે વિવિધ મુદ્દે કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રામ મંદિર મુદ્દે શિવપાલે કહ્યું કે અયોધ્યામાં વિવાદીત જમીન પર બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર બંધાવવું જોઇએ નહીં. રામ મંદિર બનાવવું હોય તો સરયૂ નદીના કિનારે બનાવો. પરંતુ બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર બનવું જોઇએ નહીં. તેમણે કેન્દ્ર સરકારના વાયદાઓને યાદ કરીને ભાજપ પર નિશાન તાક્યું હતું. આ નિમિતે શિવપાલે સમાજવાદી પાર્ટીમાંથી અલગ થવાનો પણ ઉલ્લેખ કર્યો.

Related posts

JIOની સફળતા રિલાયન્સને ફળી ગઈ, આ કિર્તીમાન રચનારી દેશની પ્રથમ કંપની

Mayur

શિવસેના માટે મુખ્યમંત્રીની ખુરશી ‘બીરબલની ખીચડી’ સમાન, જૂના પાર્ટનર ભાજપ તરફ કુણી લાગણી વ્યક્ત કરી

Mayur

ભાજપના સાંસદે જ સંસદમાં કર્યો ધડાકો, અરૂણાચલ પ્રદેશની 60 કિમીની જમીન પર ચીનનો કબ્જો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!