GSTV
Home » News » અમદાવાદની હોટેલમાં મહિલાને પાલતું પ્રાણી ન રાખવા દેતા યુએસ એસેમ્બલીમાં ફોન કર્યો અને પડઘા ગાંધીનગરમાં પડ્યા

અમદાવાદની હોટેલમાં મહિલાને પાલતું પ્રાણી ન રાખવા દેતા યુએસ એસેમ્બલીમાં ફોન કર્યો અને પડઘા ગાંધીનગરમાં પડ્યા

hotel in Shahalam area in ​​Ahmedabad

અમદાવાદની શાહઆલમ વિસ્તારમાં આવેલી હોટલ માટે ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ ઘડાયો છે. અહીની સિલ્વર સ્ટ્રીંગ હોટલમાં અમેરીકાની ગોરી મહિલા આવીને ઉતરી હતી. હોટલ સંચાલકો તેની મહેમાનગતિમાં અડધા અડધા થઇ ગયા હતા. હોટલ સંચાલકોની મહેમાનગતિ માણનારી અમેરીકન મહિલાએ વીતી મોડી રાતે તેનુ કેટલુક લગેજ આવવાનુ છે તેમ જણાવ્યુ હતુ. અમેરિકન મહિલાના ધાણીફૂટ અંગ્રેજીથી હોટલનો સ્ટાફ અંજાઇ ગયો હતો. ગોરી મેડમના પડ્યા બોલ ઝીલવા જી મેડમ જી મેડમ કરીને સ્ટાફ અડધી રાતે પણ તેનાત રહેતો હતો.

આ અમેરિકન મેડમના લગેજને પણ અડધી રાતે વ્યવસ્થિત હોટલમાં મૂકવા આખો સ્ટાફ તૈયાર હતો. જો કે મધરાતે લગેજમાં જે આવ્યુ તે જોઇને હોટલ સ્ટાફની આંખો ફાટી ગઇ હતી. આ લગેજને હવે હોટલમાં કઇ રીતે ગોઠવવો તેને લઇને માથુ ખંજવાળવા લાગેલો. કેમ કે આ ગોરી મેડમ અડધી રાતે લગેજમાં સાત કૂતરા. પાંચ બિલાડા અને એક બકરી લઇને આવ્યા હતા. અડધી રાતે તો હોટલ બહાર કૂતરા, બિલાડા અને બકરીને બાંધી રાખ્યા. પણ એ પછી સવારે હોટલ સ્ટાફે આ પાળતુ પશુઓને હોટલમાં રાખવાનો ઇન્કાર કર્યો.

ગોરી મેડમે રકઝક પણ કરી છતાં હોટલ સ્ટાફ એકનો બે ન થયો. ધૂંધવાયેલી ગોરી મહિલાએ સીધી યુએસ એમ્બેસીમાં આની ફરિયાદ કરી. અમેરિકન મહિલાની યુએસની એમ્બેસીમાં ફરિયાદનો પડઘો સીધો ગાંધીનગર ગૃહ મંત્રાલય સુધી પડ્યો. શાહઆલમ વિસ્તારની પોલીસ પણ દોડીને હોટલ પહોંચી. હજુ આ આ ડ્રામામાં ટ્વીસ્ટ બાકી હતા. આ પાળતુ પશુઓને આખરે આશા ફાઉન્ડેશનમાં ખસેડવાની વાત થઇ. આશા ફાઉન્ડેશનનો સ્ટાફ પણ હોટલે પહોંચ્યો. પરંતુ ગોરી મહિલા તેના આ પેટ્સને છોડવા તૈયાર જ નહોતી. તેણે પોતાના પેટસને નુક્સાન થયુ તો કેસ કરવાની ચીમકી પણ આપી.

READ ALSO

Related posts

બેગૂસરાયની જનતાએ કન્હૈયાને નકારી આ કારણે ગિરિરાજસિંહને આપ્યો બહુમત

Nilesh Jethva

પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

Nilesh Jethva

લાલ બહાદુર શાસ્ત્રીના પૂત્રએ કોંગ્રેસની હાર માટે આ બે કારણોને જવાબદાર ગણાવ્યાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!