GSTV
Home » News » પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં નોકરીના દ્વાર ખુલ્યા, સરકાર દેશભરના યુવાનોને કાશ્મીરમાં નોકરી કરવાની આપી રહી છે તક

પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં નોકરીના દ્વાર ખુલ્યા, સરકાર દેશભરના યુવાનોને કાશ્મીરમાં નોકરી કરવાની આપી રહી છે તક

mpsc recruitment

સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહેલા યુવાનો માટે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં કામ કરવાની વિશેષ તક છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે 33 નોન ગેઝેટેડ પદો માટે ભરતી બહાર પાડી છે. જોકે, બહારના બેરોજગાર યુવાનોને જમ્મુ-કાશ્મીરમાં નોકરી આપવા મુદ્દે વિરોધ શરૂ થયો છે. સ્થાનિક બેરોજગાર યુવાનોને જ જમ્મુ-કાશ્મીરમાં નોકરી આપવાની માગણીએ જોર પકડયું છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે સ્ટેનોગ્રાફર, ટાઇપિસ્ટ, કમ્પોસિટર, ઇલેક્ટ્રિશિયન અને ડ્રાઈવર જેવા પદો માટે ભરતી બહાર પાડી છે અને જમ્મુ કાશ્મીરના ઈતિહાસમાં પ્રથમ વખત દેશભરના યુવાનો આ પદો માટે અરજી કરી શકશે.

કમલ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત મંગાવવામાં આવી રહ્યા છે આવેદન

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ નાબુદ કરાયા બાદ પ્રથમ વખત કોઈ ભરતીમાં દેશભરના લોકો પાસેથી આવેદન માંગવામાં આવ્યું છે. મોટા ભાગના પદો માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે જ્યારે ઇલેક્ટ્રિશિયનના પદ માટે 12મું અને ડ્રાઈવરના પદ માટે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા આઠમું ધોરણ પાસ ઉમેદવારો 31મી જાન્યુઆરી, 2020 સુધીમાં અરજી કરી શકશે.

કઈ રીતે કરવાની રહેશે અરજી

નોકરી માટે ઈચ્છુક ઉમેદવારોની ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 40 વર્ષ નિર્ધારીત કરવામાં આવી છે. જ્યારે આરક્ષિત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે. અરજી માટે ઉમેદવારોએ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલના નામે 350 રૂપિયાનો બેંક ડ્રાફ્ટ સબમિટ કરાવવો પડશે.

સંપૂર્ણ અરજી પ્રક્રિયા ઓફલાઈન

સંપૂર્ણ અરજી પ્રક્રિયા ઓફલાઈન હોવાના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઈચ્છુક ઉમેદવારોએ અરજીપત્ર ભરીને પોતાના જિલ્લાના મુખ્ય ન્યાયાધીશને મોકલવાનું રહેશે. જ્યારે દેશના અન્ય રાજ્યના ઉમેદવારોએ અરજી માટે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને અરજી મોકલવાની રહેશે.

ભરતીની જાહેરાત સાથે શરૂ થયો વિરોધનો વંટોળ

જોકે, આ ભરતીની જાહેરાત સાથે જ વિરોધ પણ શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીર બહારના યુવાનોને રાજ્યમાં નોકરી ન આપવાની માગણી  શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીએ સરકારને રજૂઆત કરી હતી કે રાજ્યના બેરોજગાર યુવાનોને જ સરકારી નોકરીની તક આપવી જોઈએ. બહારના યુવાનોને જમ્મુ-કાશ્મીરમાં  સરકારી નોકરી આપવી યોગ્ય નથી. જમ્મુ-કાશ્મીરના યુવાનોને જ સરકારી ભરતીમાં તક આપવાની માગણીએ જોર પકડયું હતું.

Read Also

Related posts

મહિલાઓ હવે ‘ઝાંસી કી રાની’ થઇ શકશે : સરહદે મોકલવા સુપ્રીમની મંજૂરી

Arohi

40 વર્ષ પહેલા પ્રકાશિત થઈ નવલકથા, ચીનમાં વાયરસજન્ય રોગચાળાનું છે વર્ણન

pratik shah

સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય, ધાર્મિક દાનનો ઉપયોગ આતંકવાદ માટે થતો હોય તો અટકાવી શકાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!