GSTV
Gujarat Government Advertisement

રાજસ્થાનનાં 5 શહેરોમાં તાપમાન શૂન્યની નીચે, હિમાચલનાં કિન્નોરમાં ધોધ થીજી ગયો

Last Updated on December 29, 2019 by Mansi Patel

દેશના ઉત્તરી અને પૂર્વી ભાગોમાં ઠંડીનો કહેર છે. શુક્રવારે રાજસ્થાનના 5 શહેરોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. પંજાબ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં શીત લહેર ચાલી રહી છે. શનિવારે સવારે દિલ્હીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 4.4 ટકા હતું. લોધી રોડ ખાતે તાપમાન 7.7 ટકા નોંધાયું હતું. ઠંડીને કારણે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ધોધ જામ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી સહિત ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં શીત લહેર ચાલુ રહેવાની સંભાવના છે.

રાજસ્થાનમાં ઠંડીના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઝાડ પર પાંદડાના બદલે જોવા મળી રહ્યો છે બરફ જ બરફ. પાંદડા હોય કે પછી ઝાડની ડાળી, સમગ્ર ઝાડ પર પથરાઇ ગઇ છે બરફની ચાદર, ખેતરમાં પણ ચારે તરફ જોવા મળી રહી છે સફેદ ચાદર. આ દ્રશ્યો છે રાજસ્થાનમાં સીકરના ફતેહપુરના. અહીં સતત ત્રીજા દિવસે પારો શૂન્યની નીચે માઇનસમાં પહોંચી ગયો.

માત્ર ફતેહપુર જ નહીં પરંતુ સીકર, માઉન્ટ આબુ, જોબનેર, કિશનગઢ રેનવાલમાં પણ પારો માઇનસમાં પહોંચી ગયો. જેના કારણે ચારે તરફ બરફની ચાદર પથરાયેલી જોવા મળી. લોકોના ઘરોમાં વાસણોમાં ભરેલા પાણીમાં પણ બરફ થીજી ગયો. શુક્રવાર રાત્રે ફતેહપુરમાં પારો ગગડીને માઇનસ ચાર ડિગ્રી, માઉન્ટ આબુ, જોબનેર અને કિશનગઢ રેનવાલમાં તાપમાન ઘટીને માઇનસ 1.5 ડિગ્રી પહોંચી ગયું. જ્યારે કે સીકરમાં પારો માઇનસ એક ડિગ્રીએ પહોંચ્યો હતો.

માત્ર આ શહેરોમાં જ નહીં રાજસ્થાનના અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાન સરેરાશ કરતા પાંચથી સાત ડિગ્રી સુધી નીચે નોંધાયું. હાડ થિજવતીઠંડીના કારણે લોકોની દિનચર્યા અસ્ત વ્યસ્ત બની છે. છેલ્લા 15 દિવસ લગભગ તમામ ભાગોમાં પારો ગગડી રહ્યો છે. 2019નો અંત નજીક આવતાની સાથે રાજ્યના અનેક ભાગોમાં રેકોર્ડ તોડ ઠંડી નોંધાઇ છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે રાત્રે ઠંડીએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો. જોધપુરમાં 35 વર્ષનો રેકોર્ડ તુટ્યો.

બિકાનેરમાં ચાર વર્ષનો. શ્રીગંગાનગર અને જૈસલમેરમાં પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો. રાજસ્થાનના 26 જિલ્લામાં તાપમાન પાંચ ડિગ્રીથી નીચે ઉતરી ગયુ. પ્રદેશના મોટા ભાગના શહેરોમાં તાપમાન સાત ડિગ્રીની નીચે રહ્યું. અહીં અલવરમાં 0.2 ડિગ્રી, પિલાનીમાં 0.6 ડિગ્રી, ચુરૂમાં 1.1 ડિગ્રી, ચિત્તોરગઢમાં 2 ડિગ્રી, શ્રીગંગાનગરમાં 2.1 ડિગ્રી,ડબોકમાં 2.6 ડિગ્રી, બિકાનેરમાં 2.7 ડિગ્રી, વનસ્થળીમાં 3.1 ડિગ્રી, જૈસલમેરમાં 3.3 ડિગ્રી, જયપુરમાં 3.4 ડિગ્રી, કોટામાં 4.2 ડિગ્રી, અજમેરમાં 4.5 ડિગ્રી, સવાઇ માધોપુરમાં 4.6 ડિગ્રી, જોધપુરમાં 6.4 ડિગ્રી, ફાલોડીમાં 6.6 ડિગ્રી સુધી પારો નીચે ઉતરી ગયો હતો.

જે જિલ્લામાં પારો માઇનસમાં પહોંચ્યો છે ત્યાં વૃક્ષ અને ખેતરોમાં ઝાંકળ બરફમાં તબ્દીલ થઇ ગઇ છે. ખેડૂતો માટે આ આકરી ઠંડી મુશ્કેલીનું કારણ બની રહી છે. શીતલહેરના પ્રકોપના કારણે ચણા, ટામેટા અને સરસવનો પાક કાળી પડી શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી પણ મુશ્કેલી વધારી રહી છે.રાજ્યમાં આગામી 48 કલાક સુધી આકરી શીતલહેરનો પ્રકોપ જોવા મળી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana

એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરીશું, આ રાજ્ય સરકાર પર સુપ્રીમ બગડી

Bansari

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી : આજે ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ, હવે સાયકલ લઈ લો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!