GSTV
Mehsana ગુજરાત ટોપ સ્ટોરી

ભાજપના નેતાને ‘નો એન્ટ્રી’ / વિસનગરના 24 ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપને પ્રવેશબંધી, નેતા આવશે તો ધોકાબાજી

વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના ડેરીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા રૂપિયા ૮૦૦ કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે બાદ વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. આ સ્થિતિ વચ્ચે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના સહિતના ગામે ગામના લોકોએ ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામડાઓમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામોગામ અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ખોટી ધરપકડને વખોડીએ છીએ અને જ્યાં સુધી અમારા નેતા મુક્ત ના થાય ત્યાં સુધી ભાજપના નેતા,મંત્રી આગેવાનેનો ગામમા પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યાં

વિસનગર તાલુકાના દઢીયાળ, મગરોડા, ખરવડા, બાસણા, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસણા, ગુંજાળા, તરભ, ખંડોસણ, કાજી અલિયાસણા, પાલડી, કિયાદર, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર (ગો), રામપુરા (દ), રાવળાપૂરા, રામપુરા (લા), ખદલપુર, બાકરપુર, રંગાકુઈ તેમજ રંડાલા ગામે અર્બુદા સેના દ્વારા ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ દુધસાગર ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારના ગુનામાં બુધવારે મોડી રાત્રે ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. જે કેસ અંગે એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર મકંરદ ચૌહાણે જણાવ્યું કે વિપુલ ચૌધરી વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૬ સુધી દૂધસાગર ડેરીના ચેરમેન પદે હતા તે દરમિયાન તેમણે સત્તાનો દુરપયોગ કરીને રૂપિયા ૮૦૦ કરોડના નાણાંકીય કૌભાંડ આચર્યા હતા. જે અનુસંધાનમાં મહેસાણા એસીબી ખાતે વિપુલ ચૌધરી, તેમના પત્ની ગીતાબેન ચૌધરી, પુત્ર પવન ચૌધરી અને ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ ૮૦૦ કરોડ રૂપિયાનું છે.

READ ALSO:

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV