વાઈબ્રન્ટ 2019માં ગુજરાતની 65 યુનિવર્સિટી દ્વારા પેપર્સ રજૂ કરવામાં આવશે

વાઇબ્રન્ટ 2019 દરમિયાન ભારત સરકારના માનવ સંશાધન વિકાસ પ્રધાનની અધ્યક્ષતામાં રાઉન્ડ ટેબલ બેઠક યોજવામાં આવનાર છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ દ્વારા 100થી વધુ રિચર્સ પેપર રજૂ કરવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ રિચર્સ પેપર તૈયાર કરનાર વિદ્યાર્થીને પુરસ્કાર આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં ગુજરાતની 65 યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા સાયન્સ, એન્જીનીયરીગ અને ટેકનોલોજીના સ્નાતક અને અનુ સ્નાસ્તક વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો હાજર રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter