2018માં ભારતીય મોબાઇલ ટેલિકમ્યુનિકેશન માર્કેટના ત્રણ મોટા ખાનગી ખેલાડીઓમાં ભારે સ્પર્ધા જોવા મળી છે. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા, 90%થી વધુ આવક અને 80% સ્પેક્ટ્રમ હોલ્ડિંગ નોંધાયું. નોંધનીય છે કે ઓગસ્ટમાં વોડાફોન ઈન્ડિયાનું આઇડિયા સેલ્યુલર સાથે મર્જર થયું જેથી ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીનું નિર્માણ થયું જેના સબ્સ્ક્રાઇબર્સ આશરે 422 મિલિયન નોંધાયા જ્યારે ભારતી એરટેલના 343 મિલિયન અને રિલાયન્સ જિયોના 252.3 મિલિયનથી વધારે છે. આ વર્ષે ભારતીય ટેલિકોમ ક્ષેત્રે રિલાયન્સ જિયો,ભારતીય એરટેલ અને વોડાફોન-આઇડિયા વચ્ચે ભારે પ્રતિસ્પર્ધા જોવા મળી છે. જોકે આ ત્રણે ઓપરેટર્સનો ઇતિહાસ અને સંદર્ભ ભિન્ન છે.
જેમકે ભારતીય એરટેલે છેલ્લા બે દાયકાથી ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે જ્યારે બીજી તરફ રિલાયન્સ જિયોએ પણ બે વર્ષ અગાઉના લોન્ચિંગ બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉપરાંત આ વર્ષે વોડાફોન-આઇડિયાના મર્જરએ પણ ટેલિકોમ ક્ષેત્રમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયોમાં લગભગ રૂ.2.5 લાખ કરોડથી વધુના રોકાણ સાથે માત્ર રૂ.80,000 કરોડનું દેવું નોંધાયું જ્યારે વોડાફોન-આઇડિયાએ રૂ.1.20 લાખ કરોડનું દેવું નોંધાવ્યું. ઉપરાંત ભારતીય એરટેલની વાત કરીએ તો રૂ.1.13 લાખ કરોડથી વધુનું દેવું બતાવ્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો રિલાયન્સ જિયોએ રૂ.10,901 કરોડની આવક પર રૂ.681 કરોડનું નેટ પ્રોફિટ નોંધાયું. જે એઆરપીયુ(એવરેજ રેવન્યુ પર યૂઝર)ના આધારે રૂ.131.7 માસ દીઠ હતું. તુલનાત્મક રીતે, ભારતી એરટેલે નેટ પ્રોફિટમાં 65%નો ઘટાડો રિપોર્ટ કર્યો જ્યારે આવક 6.2% ઘટી. ઘરેલું એઆરપીયુના આધારે માસ દીઠ રૂ.101 રહ્યું. નોંધનીય છે કે ખરાબ પ્રદર્શન અને પ્રોફિટમાં ઘટાડાને પગલે તાજેતરમાં રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય એરટેલની રેટિંગમાં ઘટાડો કર્યો હતો. જેની માઠી અસર કંપનીના શેર ભાવ પર જોવા મળી હતી.
બીજી તરફ વોડફોન-આઇડિયાએ મર્જર બાદ પહેલી વખત ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા. જેમાં રૂ.4,973.4 કરોડનું નુકસાન બતાવ્યુ હતું અને આવક રૂ.7,663.5 કરોડ બતાવી હતી. ત્રિમાસિકગાળા દરમિયાન એઆરપીયુ રૂ.88 માસ દીઠ રહ્યું. જોકે કંપનીએ સ્પર્ધામાં પોતાને જાળવી રાખવા માટે રૂ.25,000 કરોડના ભંડોળની જાહેરાત પણ કરી છે. રિલાયન્સ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ કુલકર્ણીના જણાવ્યા મુજબ, ‘આ વોડાફોન-આઈડિયા માટે પડકારરૂપ સમય છે અને કંપનીની વ્યૂહાત્મક દિશા હજુ પણ વાદળછાયું છે.’ બીજી તરફ વોડાફોન આઇડિયાના સીઇઓ બાલેશ શર્માએ કહ્યું હતું કે,‘આક્રમક સ્પર્ધાને કારણે બજાર “અસ્થિર” છે.’અને એમ પણ કહ્યું હતું કે,‘આ પરિસ્થિતિઓ ડિજિટલ ઇન્ડિયા જેવી સરકારની અગ્રણી પહેલ માટે વધુ જોખમી અને નુકસાનકારક છે.’
READ ALSO
- કાચી કેરીનું આવું ખાટુ-મીઠુ શાક ક્યારેય નહીં ખાધુ હોય, આ રેસિપીથી બનાવશો તો ચટાકા લઇને ખાશે પરિવારના સભ્યો
- રોકાણકારોને પૈસા કમાવાની સુર્વણ તક / ગગડતા શેરબજારમાં આ 7 કંપનીઓના ખરીદી શકો છો શેર,જાણો ક્યાં છે આ શેર
- શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધઃ આ શેરના તૂટ્યા ભાવ
- PM મોદીએ ક્વાડ સમિટમાં રશિયા પર બોલ્યા વિના યુક્રેન યુદ્ધ પર ઘણું સંભળાવ્યું, દુનિયાને આપ્યો આ સંદેશ
- ગાંઠ બાંધી લો આ ટિપ્સ/ દરેક પત્નીને પતિ પાસે હોય છે આ અપેક્ષાઓ, જાણી લો તો હંમેશા સુખી રહેશે વૈવાહિક જીવન