GSTV
Gujarat Government Advertisement

2018-19માં કોમર્શિયલ બેંકોની એનપીએ રૂ. 1.02 લાખ કરોડ ઘટીને રૂ. 9.34 લાખ કરોડ

Last Updated on July 17, 2019 by Mayur

સરકારે લીધેલા પગલાને કારણે નાણાકીય વર્ષ 2018-19માં કોમર્શિયલ બેંકોની એનપીએ 1.02 લાખ કરોડ રૂપિયા ઘટીને 9.34 લાખ કરોડ રૂપિયા થઇ છે તેમ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આજે જણાવ્યું હતું. નિર્મલા સિતારમણે રાજ્યસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બેંકોની એનપીએ ઓળખવા માટે ટ્રાન્સપરન્સી, રિઝોલ્યુશન, સ્ટ્રેસ્ડ એેસેટમાંથી વેલ્યુની રિકવરી, પબ્લિક સેક્ટર બેંકોનું રિકેપિટલાઇઝેશન અને પબ્લિક સેક્ટર બેેકોમાં સુધારણા જેવા પગલા લીધા હતા.

આ ઉપરાંત ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઇબીસી)માં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ડિફોલ્ટીંગ કંપનીઓ પર અંકુશસ રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી વિલફૂલ ડિફોલ્ટર્સે દૂર રાખવા જેવા પગલા પણ લેવામાં આવ્યા છે. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ પગલાઓને કારણે કોમર્શિયલ બેંકોની એનપીએ 1.02 લાખ કરોડ રૂપિયા ઘટીને 9.34 લાખ કરોડ રૂપિયા થઇ છે. 

નાણાકીય વર્ષ 2018-19માં 1 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીના સૌથી વધુ કેસો આઇસીઆઇસીઆઇ બેંકમાં 374, કોટક મહિન્દ્રા બેંકમાં 338, એચડીએફસી બેંકમાં 273, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 273, એક્સિસ બેંકમાં 195 અને અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પોરેશનમાં 190 કેસો નોંધવામાં આવ્યા હતાં. અન્ય એક પ્રશ્રના જવાબમાં 25 કરોડ રૂપિયાથી વધુની લોન નહીં ભરપાઇ કરનારા 1938 દેવાદારો છે. જો કે આરબીઆઇ એેક્ટ, 1934 મુજબ આવા દેવાદારોના નામ જાહેર કરી સકાય તેમ નથી તેમ નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!